Site icon Revoi.in

ક્યારેય વિચાર્યું છે કે જયારે પણ કોઈ રડે છે તો તેની આંખોમાંથી આંસુ શા માટે આવા લાગે છે ? અહીં જાણો કારણ

Social Share

ક્યારેક વ્યક્તિ પીડાને કારણે રડવા લાગે છે તો ક્યારેક માનવીય લાગણીઓને કારણે. ઘણા લોકો ખુશીને કારણે રડે છે. માણસ ગમે તે કારણોસર રડે પણ એક વાત સામાન્ય રહે છે કે રડતી વખતે આંખોમાં આંસુ આવવા લાગે છે. ભલે કોઈ પણ વ્યક્તિ રડે અથવા કોઈ પણ કારણસર રડે,પરંતુ મોટાભાગના લોકો રડતી વખતે આંખોમાંથી આંસુ આવવા લાગે છે. ઘણી વખત રડતા પણ ન હોય અને આંખોમાંથી આંસુ આવવા લાગે છે, તો સવાલ એ થાય છે કે,રડવું અને આંસુ સાથે તમારી લાગણીઓને શું સંબંધ છે?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે,રડતી વખતે આંખોમાં આંસુ કેમ આવે છે અને આંસુ પાછળનું કારણ શું છે. છેવટે, તમારી લાગણીઓ અને તમારા આંસુ વચ્ચે શું જોડાણ છે? તો ચાલો જાણીએ કે,રડવા પર જે આંસુ આવે છે અને તે કયા કારણસર આવે છે તેની પાછળનું વિજ્ઞાન શું છે.

આંસુ ઘણા પ્રકારના હોય છે. એક આંસુ એલર્જી થવા પર, કોઈ ઈન્ફેક્શન અથવા કોઈ સમસ્યા હોય ત્યારે આવે છે. આ ઈન્ફેક્શનને વોટરી આઈસ કહેવામાં આવે છે આ સિવાય એક અન્ય રીતે પણ આંસુ આવે છે, જે તેજ પવન, હવામાન વગેરેના કારણે આંખોમાં આવે છે. પરંતુ ત્રીજા પ્રકારના આંસુ છે, જેનું કારણ રડવા સાથે સંબંધિત છે

રડવા પર કેમ આવે છે આંસુ

જ્યારે આપણે કોઈપણ લાગણીની ચરમસીમાએ પહોંચીએ છીએ, ત્યારે આપણી આંખો આંસુઓથી ભરાઈ જાય છે. તેનું કારણ એ છે કે,જ્યારે પણ વ્યક્તિ લાગણીશીલ હોય છે અથવા કોઈ લાગણીની ચરમસીમા પર હોય છે ત્યારે શરીરમાં અમુક પ્રકારની પ્રતિક્રિયાઓ થતી હોય છે.સુખના સમયે પણ થાય છે અને દુ:ખના સમયે પણ થાય છે.તે શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારોનું કારણ બને છે, જેમાં એડ્રેનીલિન સ્તરમાં ફેરફાર વગેરેનો સમાવેશ થાય છે.

આવી સ્થિતિમાં, આ હોર્મોન્સમાં ફેરફારને કારણે આંખો પર અસર થાય છે અને તેનો સીધો સંબંધ આંખો સાથે પણ હોય છે. આ કારણે આંખોમાં સિક્રિશન થાય છે અને તેના કારણે આંખોમાં પાણી આવવા લાગે છે અને ઘણી લાગણીઓને કારણે આવું થાય છે. મોટાભાગની લાગણીઓ શરીરને આ રીતે અસર કરે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે વધુ પડતી લાગણીના કારણે રડો છો તો તે તમારા શરીર માટે સારું છે.આના કારણે માત્ર આંખો જ નહીં માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

ડુંગળી કાપતી વખતે આંસુ કેમ આવે છે ?

આંખમાં આંસુ આવવાનું સૌથી મોટું કારણ ડુંગળીમાં રહેલું કેમિકલ છે. તેને સિન-પ્રોપેન્થિલ-એસ-ઓક્સાઇડ કહેવામાં આવે છે. જ્યારે ડુંગળીને કાપવામાં આવે છે ત્યારે તેમાં રહેલું આ કેમિકલ આંખોમાં રહેલી લેક્રિમલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે, જેના કારણે આંખોમાંથી આંસુ આવવા લાગે છે. જો તમે ઈચ્છો છો કે ડુંગળી કાપતી વખતે આંસુ ન આવે, તો તેના માટે તેને કાપવાની પદ્ધતિ બદલવી પડશે.