- પહેલાના દાયકામાં ટેક્સીમાં બેસવું એટલે શાનની વાત કહેવાતી
- અનિલ કપૂરે પોતાની જૂની યાદો વાગોળી
મુંબઈઃ- આજે 64 વર્ષની ઉમંરે પણ યંગસ્ટર્સને શરમાવે તેવી ફિટનેસ, જુસ્સો અને આજે પણ સતત એક્ટિવ રહેવાની બાબત અભિનેતા અનીલ કપૂરમાં જોવા મળે છે, તેઓ તેમની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે,ત્યારે હવે અભિનેતા અનિલ કપૂર લોકપ્રિય રસોઈ શોમાં જોવા મળશે. આ શોમાં તેણે પોતાના બાળપણના દિવસો યાદ કર્યા જ્યારે તેના પરિવારની હાલત સામાન્ય હતી. અનિલ કપૂરે તે સમયને યાદ કર્યો જ્યારે ટેક્સીમાં બેસવું પરિવાર માટે વૈભવી ગણાતું હતું. શોમાં, તેણે કહ્યું કે તેની પાસે બાળપણની ઘણી યાદો છે.
અનિલ કપૂર 15 સપ્ટેમ્બરના સ્ટાર વર્સેસ ફૂડ સિઝન 2 ના એપિસોડમાં જોવા મળશે. આ શોમાં, તેમણે મિત્રો માટે રસોઈ બનાવીને ખાસ ટ્રિટ પણ આપી છે, બાળપણની યાદોને પણ તાજી કરી હતી. એપિસોડમાં, તેમના માર્ગદર્શક શેફ ગણેશ સાથે ટેક્સીમાં મુસાફરી કરતા, અનિલ કપૂરે તે સમયને યાદ કર્યો જ્યારે તેનો પરિવાર ટેક્સી દ્વારા મુસાફરી કરતો હતો.
અનિલ કપૂરના પિતા સુરિન્દર કપૂર નિર્માતા હતા પરંતુ બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવતા પહેલા તેમણે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો હતો. વર્ષો પછી, તેમના પુત્રો અનિલ કપૂર, સંજય કપૂર અને બોની કપૂરે આ ઈન્ડસ્ટ્રિઝમાં પૈસા અને ખ્યાતિ મેળવી.
શોમાં અનિલ કપૂરે તે સમયને યાદ કર્યો જ્યારે ટેક્સીમાં મુસાફરી અનિલ કપૂરના પરિવાર માટેશાન ગણાતી હતી. તેણે કહ્યું, બાળપણ સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે. અમે ચેમ્બુરમાં રહેતા હતા. અમારી પાસે કાર નહોતી, અમે સારી બસોમાં મુસાફરી કરતા હતા. જ્યારે અમારી સ્થિતિમાં થોડો સુધારો થયો ત્યારે અમે ટેક્સીમાં મુસાફરી શરૂ કરી. તે સમયે, ટેક્સીમાં મુસાફરી કરવી એ મોટી શાનની વાત કહેવાતી હતી.