મણિપુરમાં હવે દરેક ગુનાનો લેવાશે હિસાબ,તપાસ માટે CBI તૈનાત કરશે 53 અધિકારીઓ અને 29 મહિલા અધિકારીઓને
ઇમ્ફાલ: મણિપુરમાં સીબીઆઈ તપાસના દાયરામાં આવતા પ્રારંભિક 11 કેસોની તપાસ માટે પોલીસ સબ ઈન્સ્પેક્ટર એટલે કે ડીઆઈજીના સ્તરના ત્રણ અધિકારીઓ સહિત 53 અધિકારીઓને યાદી જારી કરવામાં આવી છે. જેમાં બે મહિલા DIG રેન્કના અધિકારીઓ સહિત 29 મહિલા અધિકારીઓ/કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
વાસ્તવમાં, મણિપુરમાં મહિલાઓ વિરુદ્ધ હિંસા અને અમાનવીય અપરાધોના સંબંધમાં નોંધાયેલી 6500 થી વધુ FIRમાંથી 11 અત્યંત સંવેદનશીલ કેસો CBIને સોંપવામાં આવ્યા છે. કેન્દ્ર અને મણિપુર સરકાર સુપ્રીમ કોર્ટમાં મણિપુર પોલીસ પાસેથી આ કેસ સીબીઆઈને સોંપવા માટે સંમત થયા હતા.
સ્વતંત્રતા દિવસના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યા બાદ મણિપુરનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘મણિપુર ભૂતકાળમાં હિંસાનો દોર ચાલ્યો. મા-દીકરીઓના સન્માન સાથે ગડબડ થઇ, પરંતુ આજે ત્યાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. શાંતિ પાછી આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. દેશ મણિપુરના લોકોની સાથે છે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને સમસ્યાઓના ઉકેલ માટે ઘણા પ્રયાસો કરી રહી છે અને કરતી રહેશે. ઈતિહાસ પર નજર કરીએ તો કેટલીક ક્ષણો એવી હોય છે જે પોતાની અમીટ છાપ છોડી જાય છે. તેની અસર સદીઓ સુધી રહે છે. શરૂઆતમાં આ ઘટના નાની લાગે છે. પરંતુ તે અન્ય સમસ્યાઓનું મૂળ બની જાય છે. એક હજાર બારસો વર્ષ પહેલા આ દેશ પર હુમલો થયો હતો. પણ ત્યારે ખબર પણ નહોતી કે એક ઘટના દેશ પર એવી અસર કરશે કે આપણે ગુલામ બની ગયા. જેને જોઈતું હતું તે આવીને આપણા પર સવાર થઈ ગયા.