અત્યારે શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે, લોકો પોતાના પૂર્વજોની આત્માને શાંતિ મળી રહે તે માટે અનેક પ્રકારના દાન-પૂણ્યના કામ કરતા હોય છે. શ્રદ્ધા અને મનથી કરવામાં આવતા કામમાં પણ ક્યારેક કેટલીક વસ્તુઓ ભૂલી જવાતી હોય છે આવામાં દરેક લોકો કે જે પોતાના પિતૃઓ માટે કામ કરે છે તેણે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે શુક્રવાર માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ મનાય છે. ત્યારે પિતૃપક્ષ દરમિયાનના આ શુક્રવારે તમે ખાસ વિધિ સાથે માતા લક્ષ્મીનું પૂજન કરી આર્થિક સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો.
એવું માનવામાં આવે છે કે આ પૂજનની સાથે જો ચાંદીના સિક્કાનું પૂજન કરીને તે સિક્કાને ઘરની તિજોરીમાં રાખવામાં આવે તો ઘરની તિજોરી ક્યારેય ખાલી ન થતી હોવાની માન્યતા છે. આવું કરવાથી ઘરમાં લક્ષ્મીજી સ્થિર થતાં હોવાની માન્યતા છે. આ ઉપરાંત એક માન્યતા અનુસાર આ પ્રક્રિયા દિવાળીના દિવસ સુધી નિયમિત કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. નોકરી ધંધાના સ્થળ પર જો આપ માતા લક્ષ્મીનું પૂજન કરવા ઈચ્છો છો અને કામમાં વૃદ્ધિ ઈચ્છો છો તો માતા લક્ષ્મીના એ સ્વરૂપની સ્થાપના કરવી જોઈએ કે જેમાં માતા લક્ષ્મીની બંન્ને બાજું હાથી હોય.
પ્રમોશનની કામના કરનારા લોકો એ શ્રાદ્ધ પક્ષ દરમિયાન લક્ષ્મીજીની સાથે ગણેશજીની પણ સ્થાપના કરવી જોઈએ. અને નિયમિત માતા લક્ષ્મીને ગુલાબી અને ગણેશજીને પીળા રંગનુ પુષ્પ અર્પણ કરો. ત્યારબાદ માતા લક્ષ્મીને અષ્ટગંઘ પણ અર્પણ કરવાં. માતા લક્ષ્મી સન્મુખ ગાયના દૂધના ઘીનો દીપ પ્રજ્વલિત કરો.