દર એક મિનિટે દેશમાં 170થી વઘુ આયુષ્માન કાર્ડ બનાવાયા , ગરિબ લોકોને મફ્તમાં ઈલાજની મળી સુવિઘા
દિલ્હીઃ પીએમ મોદીના અથાગ પ્રયત્નથી દેશની જનતાને ઓરગ્ય સેવાઓનો વિના મુલ્યે લાભ મળતો થયો છે આયુષ્યમાન યોજના હેછળ અનેક લોકોને મફ્તમાં આરોગ્ય સેવા મળી રહી છે ત્યારે દેશમાં દર 1 મિનિટે 177 આયુષ્માન કાર્ડ બની રહ્યા છે.
માહિતી પ્રમાણે આરોગ્ય વીમો પ્રદાન કરવાની કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના હેઠળ, દર મિનિટે 177 આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને દર મિનિટે 30 લાભાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી. દેશના સૌથી વંચિત અને ગરીબ સમુદાયો સુધી પહોંચાડવામાં આવતા લાભો પર પ્રકાશ પાડતા, કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલે દિલ્હી, ઓડિશા અને બંગાળને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં જોડાવા વિનંતી કરી.
આરોગ્ય રાજ્ય મંત્રી બઘેલ એબી-પીએમજેવાયના પાંચ વર્ષ અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન (એબીડીએમ)ના બે વર્ષ પૂરા થવાના પ્રસંગે આયોજિત આરોગ્ય મંથન કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે આયુષ્માન ભારત દેશમાં ચાલી રહેલી સૌથી મહત્વપૂર્ણ સરકારી કલ્યાણ યોજના છે. આ યોજનાના કારણે અમીરોની જેમ ગરીબોને પણ મફતમાં સારવાર મળી રહી છે જે પહેલા શક્ય નહોતું.
વઘુમાં આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં 44 ટકા મહિલા લાભાર્થી છે. તેમણે કહ્યું કે દરરોજ સરેરાશ આઠ હોસ્પિટલોને આ યોજનાના દાયરામાં લાવવામાં આવી રહી છે. દેશમાં દર મિનિટે 177 આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને દર મિનિટે 30 લાભાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.