Site icon Revoi.in

દરેક રાષ્ટ્રે આરોગ્ય સંભાળને સર્વોચ્ચ મહત્વ આપવું જોઈએઃ પીએમ મોદી

Social Share

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું હતું અને IISc બેંગલુરુ ખાતે બાગચી પાર્થસારથી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચનું ઉદ્ઘાટન કરીને આનંદ થયો. આનંદ વધારે છે કારણ કે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાનું સન્માન પણ મને મળ્યું છે. મગજ સંબંધિત વિકૃતિઓનું સંચાલન કેવી રીતે કરવું તે અંગેના સંશોધનમાં આ કેન્દ્ર મોખરે રહેશે.” તેમણે વધુમાં કહ્યું કે, “દરેક રાષ્ટ્રે આરોગ્ય સંભાળને સર્વોચ્ચ મહત્વ આપવું જોઈએ, ત્યારે બાગચી પાર્થસારથી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ જેવા પ્રયત્નો ખૂબ મહત્વ ધરાવે છે. આવનારા સમયમાં, તે હેલ્થકેર ક્ષમતાઓને મજબૂત કરશે અને આ ક્ષેત્રમાં અગ્રણી સંશોધનને પ્રોત્સાહિત કરશે.”

સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચ તેની એક પ્રકારની સંશોધન સુવિધા તરીકે વિકસાવવામાં આવ્યું છે અને વય-સંબંધિત મગજની વિકૃતિઓનું સંચાલન કરવા માટે પુરાવા આધારિત જાહેર આરોગ્ય દરમિયાનગીરીઓ પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ સંશોધન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 832 પથારીવાળી બાગચી પાર્થસારથી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ IISc બેંગલુરુના કેમ્પસમાં વિકસાવવામાં આવશે અને પ્રતિષ્ઠિત સંસ્થામાં વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને દવાને એકીકૃત કરવામાં મદદ કરશે. તે દેશમાં ક્લિનિકલ રિસર્ચને મોટું પ્રોત્સાહિત પુરું પાડશે અને નવીન ઉકેલો શોધવા તરફ કામ કરશે જે દેશમાં આરોગ્યસંભાળ સેવાઓના સુધારમાં મદદ કરશે.