1. Home
  2. ગુજરાતી
  3. દરેક માતા-પિતા માટે ખાસ – જાણો કેટલીક એવી બાબતો જે તમારા બાળકના મગજ પર લાવે છે પ્રેશર
દરેક માતા-પિતા માટે ખાસ – જાણો કેટલીક એવી બાબતો જે તમારા બાળકના મગજ પર લાવે છે પ્રેશર

દરેક માતા-પિતા માટે ખાસ – જાણો કેટલીક એવી બાબતો જે તમારા બાળકના મગજ પર લાવે છે પ્રેશર

0
Social Share
  • બાળકને જીત સાથે હારનું પણ મહત્વ સમજાવવું
  • લોકો સામે ડાન્સ કે સોંગ ગાવાનો  બાળક પાસે આગ્રહ ન રાખવો

સામાન્ય રીતે બાળક ઘણી વખત ખૂબ પરેશાન થઈ જતું હોય છે,માતા પિતાએ બાળક પર ખાસ ધ્યાન આપવું જોઈએ કે શું કામ કરવાથી કે કયો ઓર્ડર કરવાથી બાળક વઘુ હેરાન થી જશે, અને બાળકના માઈન્ડ પર પ્રેશર પણ આવી જાય છે આવી સ્થિતિમાં ક્યારેક એવું બને છે કે સંભાળના નામે આપણે બાળકો સાથે એવું વર્તન કરીએ છીએ, જેનાથી બાળકોને દુઃખ થાય છે. પ્રવૃત્તિના નામે બાળકને એવી હરકતો કરાવવી જોઈએ, જેના કારણે બાળક દબાણ અનુભવવા લાગે છે. આવી સ્થિતિમાં, તમારે તે જાણવાની જરૂર છે કે બાળકને શું કરવા દબાણ ન કરવું જોઈએ

મહેમાનો સામે ક્યારેય ડાન્સ કરવા ન કહેવું

સામાન્ય રીતે દરેક બાળક માટે નાચવું અથવા ગીત ગાવું તે ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે આ વસ્તુ તમારા બાળકને ધ્યાન આપવાની ટેવ પાડશે એટલું જ નહીં પરંતુ દબાણ પણ અનુભવશે. કેટલીકવાર બાળક ફક્ત માતાપિતાના ડરને કારણે પ્રવૃત્તિ કરે છે.ખાસ કરીને બહારના લોકો કે મહેમાનો સામે બાળકને આમ કરવા ન કહેવું જોઈએ

સારા માર્કસ લાવવાની હોડ

હંમેશા બીજા બાળકોના વખાણ કરવા કે કોઈ આખો દિવસ અભ્યાસ કરે છે એવું કહેવું, આ બધી બાબતોથી પણ બાળકો દબાણ અનુભવે છે. આવી સ્થિતિમાં, તમારે સમજવું જોઈએ કે બાળકોને તેમની પ્રતિભા અનુસાર કામ કરવા દો, તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરો.

બાળકને હંમેશા જીતી ને જ આવવું તેવું પ્રેશર આપવું

બાળકોને જીતવાની આદત કેળવવા કરતાં હારનો સામનો કરવાનું શીખવવું જોઈએ. તેનાથી બાળકો સકારાત્મક બની શકશે. નહિંતર, અન્ય કોઈ જીતે તો તેઓ ઈર્ષ્યા કરશે અને તેઓ હંમેશા અસુરક્ષિત રહેશે.એટલે તમારે હારી ગયા બાદ પણ એમ શીખવવું કે હાર પછી જીત પણ હોય છે,પણ જીતીનેજ આવવું તેવું ન શીખવવું

દરેક કાર્યમાં પરફએક્ટ બનાવવું

દરેક બાબતમાં પરફેક્ટ હોવું જરૂરી નથી. બાળકોને દરેક જગ્યાએ આગળ રહેવાનું શીખવવાથી, બાળકો તેમના બાળપણનો સંપૂર્ણ આનંદ માણી શકતા નથી. આવી સ્થિતિમાં, તેમને કહો કે સંપૂર્ણ બનવા કરતાં વાસ્તવિક બનવું વધુ મહત્વપૂર્ણ છે.જે તમને ફાવે તે કરો જે આવડે છે તે કરો બનતા પ્રયત્ન કરવા અલગ વાત છે અને પરફેક્ટ બનવા કહેવું અલગ વાત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code