Site icon Revoi.in

દુર્ગા ચાલીસાના પઠનથી થશે દરેક સમસ્યાનું સમાધાન

Social Share

 હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે.ત્યારે માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે.શાસ્ત્રોમાં ધર્મ ગ્રંથમાં દેવી દુર્ગાને આદિશક્તિ માનવામાં આવે છે.ધાર્મિક માન્યતા છે કે દુર્ગાનો સાચો ઉપાસક એવી ઊર્જા અને એવી અદૃશ્ય શક્તિઓનો સ્વામી હોય છે. જેના લીધે તેનું જીવન મુશ્કેલીઓમાં પણ સુરક્ષિત રહે છે.

શાસ્ત્રોમાં એવી દિવ્ય શક્તિઓથી જીવનમાં મુસીબતોથી બચવા માટે દુર્ગા પાઠ ચાલીસાનું મહત્વ બતાવવામાં આવ્યું છે આ ચાલીસા દેવીના અદભૂત શક્તિઓ અને સ્વરૂપનું જ સ્મરણ છે, જેનો દરરોજ પાઠ કરવાથી ઊર્જાવાન રહેવાય છે.અને કહેવાય છે કે, દરેક સમસ્યાનું સમાધાન પણ છે દુર્ગા ચાલીસા, ત્યારે આવો આજે અમે આપને જણાવીએ દુર્ગા ચાલીસાથી પ્રાપ્ત થતાં મુખ્ય સાત ફળની.

દુર્ગા ચાલીસાનું પઠન કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક, ભૌતિક તેમજ ભાવનાત્મક ખુશીઓની પ્રાપ્તિ થાય છે. એમાં પણ તેનું પઠન નવરાત્રી જેવાં અવસર પર સવિશેષ પુણ્યની પ્રાપ્તિ કરાવનારું બની રહે છે.નિત્ય દુર્ગા ચાલીસાનું પઠન કરવાથી વ્યક્તિનું મન શાંત થાય છે.પૂર્વે ઋષિમુનિઓ આ જ દુર્ગા ચાલીસાનું પઠન કરી મનને શાંત અને સ્થિર રાખતાં હતા.

દુર્ગા ચાલીસાના પઠનથી વ્યક્તિ શત્રુ પર વિજય પ્રાપ્ત કરી શકે છે. માનસિક અને સામાજીક સ્થિતિના સુધાર માટે પણ લોકો દુર્ગા ચાલીસાનો પાઠ કરતાં હોય છે.દુર્ગા ચાલીસાના પઠન માત્રથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે.

વ્યક્તિ જીવનમાં કેટલાય સંકટોનો સામનો કરતો હોય છે. આ તમામ સંકટો અને સમસ્યાઓથી મુક્તિ અપાવનાર મનાય છે દુર્ગા ચાલીસાનો પાઠ. એવું પણ માનવામાં આવે છે કે જો ઘરમાં આર્થિક પરેશાની છે તો તેનું નિવારણ પણ નિયમિત દુર્ગા ચાલીસાના પઠનથી થઈ જાય છે.જો શ્રદ્ધા સાથે દુર્ગા ચાલીસાનો પાઠ કરવામાં આવે તો તન, મન, ધનનુ સુખ અને સમૃદ્ધિનુ વરદાન પ્રાપ્ત થાય છે.