દિલ્હીમાં દર ત્રીજો વ્યક્તિ કોરોનાથી સંક્રમિત – હવે સંક્રમણ દર 15 ટકા પર પહોચ્યોં
- દિલ્હીમાં કોરોનાનો કહેર
- સંક્રમણ દર 15 ટકા પર પહોચ્યો
- દર ત્રીજો વ્યક્તિ કોરોનાથી સંક્રમિત
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના દૈનિક કેસો વધી રહ્યા છે, મહારાષ્ટ્ર અને દિલ્હી દેશના એવા રાજ્યો છે જ્યા કોરોનાના કેસની રફ્તાર વધુ જોવા મળી છે, જો રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો અહીં દર ત્રીજો વ્યક્તિ કોરોનાથી સંક્રમિત જોઈ શકાય છે.
દિલ્હીમાં કોરોનાના વધતા જોખમ વચ્ચે શુક્રવારે ઓછા પરિક્ષણને કારણે, પહેલા દિવસની તુલનામાં ચાર હજાર ઓછા દર્દીઓ મળ્યા, પરંતુ સંક્રમણ દર 31 ટકાની નજીક પહોંચી ગયો . આ દેશની તુલનામાં બેગણાથી પણ વધુ છે. શુક્રવારે દેશમાં સંક્રમણ દર 14.78 ટકા નોંધાયો હતો. દિલ્હીમાં આ સમયગાળા દરમિયાન 34 લોકોના મોત પણ થયા છે.
રાજધાનીમાં આંકડાઓ પર નજર કરીએ તો દિલ્હીમાં જેટલા લોકોની તપાસ થઈ રહી છે તેમાંથી ત્રીજા ભાગના લોકો કોરોનાથી સંક્રમિત હોવાનું જણઆઈ રહ્યું છે. જો કે, રાહતની વાત એ છે કે હોસ્પિટલોમાં દાખલ થવાની સંખ્યા ઘટી છે અને શુક્રવારે 24 હજાર 383 નવા કેસ નોંધાયા હતા પરંતુ 26 હજાર 236 દર્દીઓને રજા પણ અપાઈ,
જો કે સક્રિય કેસોમાં ઘટાડો નોંધાયો છે જે સતત વધી રહ્યા હતા. હવે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 92 હજાર 273 થઈ ગઈ છે. જેમાંથી 64 હજાર 831 લોકો ઘરે જ સારવાર લઈ રહ્યા છે.