Site icon Revoi.in

દરેક મહિલાએ ડાયટમાં સામેલ કરવા જોઈએ આ સુપરફૂડ્સને,ફિટ અને હેલ્ધી રહેવા માટે જરૂરી

Social Share

આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની અસર આપણા શરીર પર થાય છે.સારો ખોરાક જ આપણને સ્વસ્થ અને ફિટ બનાવે છે.આજના સમયમાં મહિલાઓ ખૂબ જ વ્યસ્ત છે, જેના કારણે તેઓ પોતાના ખાવા-પીવામાં ધ્યાન નથી આપતી.ખાસ કરીને વર્કિંગ વુમન સાથે આવું થાય છે.વર્કિંગ વુમન પરિવારના કામની સાથે ઓફિસમાં પણ વ્યસ્ત રહે છે. આ જ કારણ છે કે,મહિલાઓ પોતાના પર ધ્યાન નથી આપી શકતી. મહિલાઓ માટે તેમના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે હેલ્ધી ફૂડનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે.તો ચાલો જાણીએ કે,મહિલાઓ માટે કેટલાક એવા સુપરફૂડ વિશે જાણવું જરૂરી છે કે તેને ખાવાથી તેમનું સ્વાસ્થ્ય ફિટ અને સારું રહી શકે છે.

દૂધ
મહિલાઓમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ ખૂબ જ વધારે હોય છે, તેથી જ મહિલાઓએ તેમના આહારમાં લો ફેટ મિલ્કનો સમાવેશ કરવો જ જોઇએ.દૂધમાં વિટામિન ડી અને કેલ્શિયમ બંને પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, અને વિટામિન ડી કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે, તેથી જ મહિલાઓએ દૂધનું સેવન કરવું જોઈએ.

ટામેટા
જો કે આપણે ઘણી બધી શાકભાજીમાં ટામેટાંનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે મહિલાઓ માટે એક સુપરફૂડ માનવામાં આવે છે.ખરેખર, ટામેટાંમાં લાઇકોપીન નામનું પોષક તત્વ જોવા મળે છે, જે મહિલાઓને બ્રેસ્ટ કેન્સરથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે.આ સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે હૃદય સંબંધિત બીમારીઓને રોકવામાં પણ મદદ કરે છે.

સોયાબીન
મહિલાઓએ પોતાના આહારમાં પ્રોટીન, આયર્ન અને વિટામિન બીથી ભરપૂર સોયાબીનનો સમાવેશ કરવો જોઈએ.ડાયટમાં સોયામાંથી બનેલી વસ્તુઓનો પણ સમાવેશ કરવો જોઈએ.