દરવર્ષે નવરાત્રિમાં કચ્છી ચણીયા ચોળીનો યુવતીઓમાં વધતો જતો ટ્રેન્ડ
નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે માર્કેટમાં ચણીયા ચોળીની ખરીદી જોરશોરમાં ચાલી રહી છે,યુવતીઓ ચણીયા ચોળી ખરીદવા માટે ઉત્સાહીત જોવા મળી રહી છે, સાથે જ દરવર્ષની જેમ આ વર્ષે પણ કચ્છી વર્કના ચણીયા ચોળઈની ડિમાન્ડ વધી છે, ફેરીયાઓથી લઈને દુકાનોમાં ખાસ કરીને લો ગાર્ડન અને નેહરુનગરના માર્કેટમાં આ પ્રકારની ચણીયા ચોળીમાં અવનવી ડિઝાઈન અને રંગો જોવા મળી રહ્યા છે.
અમદાવાદની માર્કેટમાં કચ્છી વર્કનું પ્રભૂત્વ દરવર્ષની જેમ જળવાઈ રહ્યું છે. બીજી તરફ ભારે ગરબાના શોખીનો કચ્છી વર્કના પરિધાન ખરિદવા માટે કચ્છ જઈ પહોચ્યા છે. અહીના માર્કેટમાં અમદાવાદ, સુરત અને વડોદરાથી લોકો ખરીદી કરવા આવી રહ્યા છે, ખાસ કરીને ચણીયા ચોળીમાં કચ્છી વર્કતો જાણીતું છે જ પરંતુ સાથે પ્લેન ચણીયા પર બાંધણીના રંગેબેરંગની દિપટ્ટાઓનું માર્કેટ પણ તેજ બન્યું છે.યુવતીઓ સહીત યુવાનો પણ કુર્તા પેન્ટ પર આ પ્રકારના બાંધણીના દુપટ્ટા કેરી કરે છે જેને કારણે આ દુપટ્ટાની માંગમાં પણ વધારો નોંધાયો છે.
ખાસ કરીને આ વર્ષે માર્કેટમાં બાંધણી, બાટીક, અજરખ પ્રિન્ટ, મશરૂ, મિરર વર્ક, આહિર વર્ક ચણીયા ચોળીની ડિમાન્ડ વધી છે.ટ્રેડિશનલ લૂક તરફ વહે યુવતીઓ આકર્ષાઈ રહી છે જેથી કરીને આ તમામ પ્રકારના વર્ક અને ડિઝાઈન યુવતીઓના પ્રિય બન્યા છે. સાથએ જ ઓક્સોડાઈઝના ઘરેણાઓની પણ ભારે માંગ જોવા મળી રહી છે.તો બીજી તરફ કચ્છના માર્ટેમાં રબારી સ્ટાઈલમાં હાથ પહેરવાના કડાની પણ માંગ જોઈ શકાય છે,
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના મહામારી બાદ આ વર્ષે દરેક જગ્યાએ ઉત્સાહભેર નવતાર્તી મનાવાની યોજનાઓ છે,અનેક પાર્ટી પ્લોટને પણ મંજૂરી અપાઈ છે તેવી સંખ્યામાં ખેલૈયાઓ 2 વર્ષની કચાસ પુરી કરે તો નવાઈની વાત નહી હોય ,છેલ્લા 2 થી અઢી વર્ષથી યુવતીઓ ટ્રેડિશનલ લૂકમાં ગરબે ઘૂમી નથી અને જો ગરબા રમ્યા પણ હોય તો તે શરેી ગરબા હતા ત્યારે આ વખતે મોટા પ્રમાણમાં ખૈલૈયાઓ ગરબે ઝુમશે તેવી સ્થિતિમાં ટ્રેડિશનલ વર્કના પરિધાનની માંગમાં વધારો થયો છે, જેથી વેપારીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે . 2 વર્ષ બાદ કચ્છી વર્ક સહીતના પરિધાનની માંગ વધી છે.