દરેક વ્યક્તિનો જન્મ સનાતન ધર્મમાં થાય છેઃ રુબી આસિફ ખાન
નવી દિલ્હીઃ જમીયત ઉલેમા એ હિન્દના 34માં અધિવેશનમાં મૌલાના અરશદ મદનીના નિવેદનથી વિવાદ ઉભો થયો છે અને વિવિધ ધર્મના ગુરુઓમાં નારાજગી ફેલાઈ છે. મૌલાનાએ અલ્લાહ અને ઓમને એક બતાવ્યાં હતા. જે બાદ તમામ ધર્મગુરુઓએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. મૌલાનાના આ નિવેદન સામે અલીગઢ ભાજપના મહિલા આગેવાન રુબી આસિફ ખાને કહ્યું કે, માણસનો જ્યારે જન્મ થાય છે ત્યારે સનાતન ધર્મમાં થાય છે. બાદમાં મુસ્લિમ, શિખ અને ઈસાઈ બને છે. તેમણે કહ્યું હતું કે, મૌલાના મદનીનું દિમાગ ખરાબ છે અને તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. સનાતન ધર્મ એક ધર્મ છે જેમાં તમામ લોકો હિન્દુ હતા, કોઈ મુસ્લિમ ન હતા. જે બાદ મુગલોએ દેશમાં તોફાનો કરાવીને ભેદભાવ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ મંદિરો તોડીને મસ્જિદ બનાવતા હતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ભેદભાવ ખતમ થઈ ચુક્યો છે પરંતુ મૌલાના મદની જેવા કેટલાક લોકો આ દુનિયામાં ઉપસ્થિત છે જે ક્યારેય દેશનું ભલુ નથી ઈચ્છતા, તમામ લોકો હિન્દુ-મુસ્લિમની એકતા નથી ઈચ્છતા. તેમણે માની લેવુ જોઈએ કે, સનાતન એક ધર્મ હતો અને છે. મૌલાનાએ પરિવારને પૂછવું જોઈએ કે તેઓ મુસ્લિમ જન્મયા હતા કે હિન્દુ. સનામત ધર્મ જ એક ધર્મ હતો અને મૌલાનાએ તેને માની લેવો જોઈએ, લોકો મુસ્લિમ, શિખ અને ઈસાઈ બનીને નીચે આવે છે. સનાતન ધર્મ જ એક ધર્મ છે, જેથી તેમણે આવા નિવેદનથી દૂર રહવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, મૌલાનાના નિવેદનને પગલે ધાર્મિક નેતાઓમાં નારાજગી ફેલાઈ છે.