ગુજરાતી ભોજનની આ વાનગીઓ,દરેક વ્યક્તિને આવે છે પસંદ
ગુજરાતમાં આમ તો દરેક ખુણામાં લોકોને ખાવાની રીત અલગ છે, સૌરાષ્ટ્રમાં રહેતા લોકો ગાંઠીયા ફાફડા જલેબી જેવી વસ્તુઓ સવારના નાસ્તામાં વધારે પસંદ આવતી હોય છે તો વડોદરા બાજુ લોકોને સેવઉસળ સવારના નાસ્તામાં વધારે પસંદ આવતું હોય છે. અમદાવાદમાં લોકોને સવારના નાસ્તામાં ચા અને ભાખરી અથવા રોટલી જોઈએ, પણ ગુજરાતમાં દરેક જગ્યાએ એવી એવી ટેસ્ટી વસ્તુઓ મળે છે કે જેને જીવનમાં એકવાર તો ચાખવી જ જોઈએ.
જો સૌથી પહેલા વાત કરવામાં આવે થેપલાની તો તેને પરાઠાની જેમ બનાવવામાં આવે છે. તેને બનાવવામાં ઘઉંનો લોટ, મેથીના પાન, જીરું, મીઠું અને બીજા ઘણા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તે સામાન્ય રીતે દહીં સાથે પીરસવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
આ પછી ખાંડવીની વાત કરીએ તો ખાંડવી ચણાનો લોટ, દહીં, મીઠું, આદુની પેસ્ટ, હળદર અને લાલ મરચું વગેરેનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. તેમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. તમે તેને તમારા વજન ઘટાડવાના આહારમાં પણ સામેલ કરી શકો છો. તે નાસ્તામાં લોકપ્રિય રીતે ખાવામાં આવે છે.
સૌથી મહત્વની છે એ છે ગુજરાતી કઢી – આ કઢીં – દહીં, ચણાનો લોટ, લાલ મરચું, ખાંડ, હિંગ અને મીઠું વગેરેનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. તેનો સ્વાદ વધારવા માટે તમે તેમાં પકોડા પણ ઉમેરી શકો છો. આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
લોકોને ગુજરાતમાં ખાખરા પણ વધારે પસંદ આવતા હોય છે કારણ કે ખાખરા પાપડ જેવા છે. તેને ગરમ ચાના કપ સાથે માણી શકો છો. તે ખૂબ જ ક્રિસ્પી છે. તે ઘઉંનો લોટ, ચણાનો લોટ અને મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.