Site icon Revoi.in

ઠંડીની સવારે દરેક લોકોએ આપનવવા જોઈએ આ નુસખા, શરદી ખસી માં મળશે રાહત

Social Share

 

શિયાળો આવતાની સાથે જ સૌ કોઈને શરદી, કાનમાં દુખાવો થવો, ગળામાં ખંજવાળ આવવવી કે સોજો આવવો અને શ્વાસ લેવામાં તકલીફ થવી આવી ઘણી નાની મોટી સમસ્યાઓ થતી હોય છે,વધારે ઠંડી પડવાના કારણે નાક વડે શ્વાસ લેવામાં સમસ્યા થાય છે તો આ દરેક માટે ઘરેલું નુસ્ખાઓ લઈને આવ્યા છે જે તમને અનેક રોગોમાં રાહત આપવાનું કામ કરશે.

સાંધાના દુખાવાની સમસ્યા હોય  આ લોકો એ દરરજો સવારે પલાળેલી મેથીનું સેવન કરવું જોઈએ, આ સાથે જ સવારે હળવી કસરતો કરવી જોઈએ અને ગરમ પાણીથી સાંધા પર શેક કરવો જોઈએ સાથે જ રાયના તેલ વડે સાઘા પર માલિશ કરવી જોઈએ આટલા કામ કરવાથઈ તમારી સાઁઘાની દુખાવાની સમસ્યામાં રાહત મળશે

આ સાથે જ શિયાળાની ઠંડીમાં જો કાન માં દુખાવો કે કાનમાં હવા ભરાી જાય છે તો તમારે ગરમ પાણીમાં નીલગરીનું તેલ નાખઈને બાફ લેવી જોઈએ તમે ઈચ્છો તો વિક્સ બામ પણ પાણીમાં નાખી શકો છો.તેનાથી તમને રાહત મળશે,

જે લોકોને અતિશય ઠંડી પડવાથી શ્વાસ લેવામાંમુશ્કેલીઓ સર્જાય છે અથવા તો જે નાના બાળકો છે તેમને નાક વડે શ્વાસ લેવામાં સમસ્યા આવે છે તો આવી સ્થિતિમાં અજમાને ગરમ તલી પર બાળીને તેનો ઘૂમાડો લેવો જોઈએ. અથવા તો બાળકોને શેકેલો અજમો કાપડમાં બાંધીને ગળામાં પોટલી લગાવી દો.