1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી છેવાડાના લોકો સુધી લાભો અપાયા એ જ સાચુ સુશાસનઃ CM
વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી છેવાડાના લોકો સુધી લાભો અપાયા એ જ સાચુ સુશાસનઃ CM

વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી છેવાડાના લોકો સુધી લાભો અપાયા એ જ સાચુ સુશાસનઃ CM

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે પૂર્વ વડાપ્રધાન  અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી  કુબેરભાઈ ડિંડોર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી  ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી છેવાડાના લોકો સુધી લાભો અપાયા એ જ સાચુ સુશાસન છે.

મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન  અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બરને વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ વર્ષ 2014થી દર વર્ષે ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવવાનો પ્રારંભ કર્યો છે. કર્મયોગીઓના કામોને બિરદાવતા કહ્યું હતું કે, રાજ્યના કર્મચારીઓ કર્મયોગી બનીને જ્યારે છેવાડાના નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ તેમના ઘર સુધી પહોંચાડે છે તે જ સાચું સુશાસન છે. કર્મચારીઓ જ્યારે છેવાડાના નાગરિકોના હિતમાં એક જ દિશામાં કાર્ય કરે ત્યારે સાચી લોકશાહી-સુશાસન પ્રસ્થાપિત થાય છે. છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનની એક નવી પરિભાષા નક્કી કરી છે તેના પર આપણે આગળ વધી રહ્યા છીએ. છેવાડાના માનવીને રાજ્ય અને કેન્દ્ર સરકારની  યોજનાઓનો વધુને વધુ લાભ કેવી રીતે મળે તે માટે આપણે સૌ સાથે મળીને વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરીશું.

મુખ્યમંત્રી કહ્યું હતું કે, સુશાસનના પરિણામે જ ગુજરાત આગામી જાન્યુઆરી-2024માં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સફળ આયોજન કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં વિશ્વની અગ્રણી કંપનીઓ ભારતમાં અને તેમાં પણ ગુજરાતમાં રોકાણ કરવા તત્પર છે. ત્યારે આપણે તમામ ક્ષેત્રે તૈયાર રહેવું પડશે. તેમણે જાપાન પ્રવાસના સ્મરણો યાદ કરતા જણાવ્યું હતું કે,જાપાનના માર્ગો પર કચરા પેટીઓ જ નથી આ તેમના નાગરિકોની સ્વચ્છતા અંગેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વિશ્વની 500 શ્રેષ્ઠ કંપનીઓમાંથી અંદાજે 100 કંપનીઓ આજે ગુજરાતમાં કાર્યરત છે ત્યારે આપણે સૌએ સાથે મળીને ગ્રામીણથી શહેરી વિસ્તારમાં સુધી સ્વચ્છતા ઉપર વધુ ભાર મૂકવો પડશે.સરકારી કર્મચારીઓ કર્મયોગી તરીકે કાર્ય કરી રહ્યા છે તેનો સીધો લાભ છેવાડાના નાગરિકોને મળી રહ્યો છે આ જ સુશાસન છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલા ‘સ્વાગત ઓનલાઇન’ કાર્યક્રમમાં આજે પણ છેવાડાના નાગરિકને ન્યાય આપવામાં આવે છે. વડાપ્રધાનના વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી આપણે છેવાડાના ઘર સુધી લાભો પહોંચાડી શક્યા છીએ તેજ સાચુ સુશાસન છે. આ અભિયાનને આપણે સતત ચાલુ રાખીને હવે આગામી સમયમાં એક જ અરજીમાં લાભાર્થીનું કામ થઈ જાય તે દિશામાં પ્રયત્ન કરવો પડશે અને જો આ કામ થઈ ના શકે તેમ હોય તો તેની કારણો સાથેની ચોક્કસ સ્પષ્ટતા કરવી જોઈએ જેથી તેને સંતોષ થાય તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ સૌ કર્મયોગીઓને સુશાસન દિવસની શુભેચ્છા પાઠવી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code