કર્ણાટકના પૂર્વ સીએમ જગદીશ શેટ્ટારને ટિકિટ ન મળતા નારાજ , ભાજપમાંથી આપ્યું રાજીનામું
- કર્ણાટકના પૂર્વ સીએમએ બીજેપીની પાર્ટી છોડી
- ટિકિટ ન મળતા નારાજ થયા અને રાજીનામુ આપ્યું
દિલ્હીઃ- કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પડધા વાગી રહ્યા છએ આવી સ્થિતિમાં અનેક પાર્ટી પોતાનું જોર જનતાને રિઝવવામાં લગાવી રહી છે ત્યારે પાર્ટીઓમાં કેટલાક સભ્યને ટિકિટ ન મળતા નારાજગી પણ દર્શાવી છે આ શ્રેણીમાં બીજેપીના કર્ણાટકના પૂર્વ સીએમને ટિકિટ ન મળતા તેઓ પણ નારાજ થયા છે અને પાર્ટી છોડી દીધી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે આજરોજ રવિવારે 10 મેની કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ ન મળતાં ભાજપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જોકે, તેમણે કહ્યું હતું કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી ચોક્કસ લડશે.
આ સહીત પૂર્વ મંત્રી જદીશ શેટ્ટારે પાર્ટીમાં તેમના યોગદાન અને રાજ્યમાં તેમના દ્વારા સંભાળેલા મહત્વપૂર્ણ હોદ્દાઓને યાદ કર્યા. તેણે કહ્યું કે મને જે રીતે અપમાનિત કરવામાં આવ્યો તેનાથી હું નિરાશ છું… મેં વિચાર્યું કે મારે તેને પડકાર આપવો જોઈએ. તેથી, મેં અલગથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે અને હું લડીશ.
ઉલ્લેખનીય છે કે ભાજપના દિગ્ગજ નેતા પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર હુબલી સેન્ટ્રલ સીટથી ઘણી વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ વખતે ભાજપે હજુ સુધી તેમને ટિકિટ આપી નથી. શેટ્ટારે બળવાખોર વલણ અપનાવીને કોઈપણ સંજોગોમાં અહીંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી.
તેમણે વધુમાં કહ્યું કે આખરે રાજ્યમાં મેં જે પાર્ટી બનાવી છે તેમાંથી હું રાજીનામું આપીશ. લિંગાયત નેતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમની સામે સુનિયોજિત ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.હાલ આ જિલ્લાની સાતમાંથી પાંચ બેઠકો ભાજપ પાસે અને બે કોંગ્રેસ પાસે છે.