Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60 હજારથી વધુ વિદ્યાર્થીઓની છેલ્લા સેમેસ્ટરની 21 એપ્રિલથી પરીક્ષા

Social Share

રાજકોટ:હાલમાં ધોરણ 10 અને 12 ની પરિક્ષાઓ ચાલી રહી છે. સાથે જ યુનિવર્સિટીની પણ પરિક્ષા ચાલી રહી છે,ત્યારે સોરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 21 એપ્રિલથી છેલ્લા સેમેસ્ટરની પરિક્ષા શરૂ થઇ રહી છે. 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરિક્ષા આપવાના છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જુદી-જુદી કોલેજોમાં પરીક્ષા વ્યવસ્થાને લઈને આચાર્યોને પણ સૂચના આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષાનું ટાઈમટેબલ અને હોલટિકિટ ડાઉનલોડ કરી શકે તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એપ્રિલથી જુદી-જુદી ફેકલ્ટીના કોર્સની બીજા ચોથા, છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા લેવાશે.

આ પરિક્ષા 30 એપ્રિલ સુધી ચાલશે. આર્ટસ ફેકલ્ટીમાં બીએ સેમ-4 રેગ્યુલર-એક્સ્ટર્નલ, બીએસડબલ્યુ સેમ-4, એમજેએમસી અને પીજીડીએમસીની સેમેસ્ટર-2ની પરીક્ષા, એમએ (અંગ્રેજી) સેમેસ્ટર-4ની પરીક્ષા લેવાશે.બિઝનેસ મેનેજમેન્ટમાં બીબીએ, બીએચટીએમ, અને બીબીએ સેમેસ્ટર-4 સહિતની પરીક્ષા લેવાશે.