Site icon Revoi.in

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે, તારીખ કરાઈ જાહેર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ હવે ધીમે-ધીમે ઘટી રહ્યાં છે. જેથી સરકારે અનેક નિયંત્રણો હળવા કર્યાં છે. જેથી જનજીવન ફરીથી ધબકતું થયું છે. દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરિક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. તેમજ પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 8 અને 22 જુલાઇથી બે તબક્કામાં સ્નાતક, અનુસ્નાતકની રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. જેમાં અંદાજીત 29914 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. UG,PG અને એક્ટર્નલના કુલ 65 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઓફલાઈન પરીક્ષા સમયે સરકારની તમામ એસ.ઓ.પી નું પાલન કરવું રહેશે. આ પરીક્ષાઓ બે તબક્કામાં લેવામાં આવશે. પ્રથમ તબક્કામાં કુલ 32000 જેટલા વિદ્યાર્થીઓની 8 જુલાઈથી તથા બીજા તબક્કામાં કુલ 33000 વિદ્યાર્થીઓની 19 જુલાઈએ પરીક્ષા લેવામાં આવશે. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કુલ 106 કેન્દ્રો પર સરકારની ગાઈડ લાઈન મુજબ પરીક્ષા લેવાશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ પરીક્ષાની તારીખો જાહેર કરી છે. 19 જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે. બી.એ., બી.કોમ., બી.એસ.સી., બી.બી.એ. સેમેસ્ટર 6 ની રેગ્યુલર અને એમ.એ.,એમ.કોમ.એમ.એસ.સી. સેમેસ્ટર 4ની રેગ્યુલર પરીક્ષાઓ ઑફ્લાઇન પદ્ધતિથી લેવાનો નિર્ણય કર્યો છે. તેમાં પણ આ પરીક્ષા જૂની પદ્ધતિ મુજબ જ લેવાનો નિર્ણય લેવાયો છે. એક્સટર્નલ અભ્યાસક્રમમાં બી.એ., બી.કોમ. તૃતીય વર્ષ અને એમ.એ., એમ.કોમ. પાર્ટ 2ની પરીક્ષાઓ પણ ઑફ્લાઇન પદ્ધતિથી લેવાશે. એક્સટર્નલ અભ્યાસક્રમની પરીક્ષાઓ 29 જુલાઈથી શરૂ થશે.