- કિવી ગર્ભવતી મહિલાો માટે ઉત્તમ ખોરાક
- સોજાએને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે
સામાન્ય રીતે દરેક લોકો અને ડોક્ટરો કહેતા હોય છે કે ફળો ખાવાથી તંદુરસ્ત રહેવાય છે શરીરને પુરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે,ત્યારે આજે કીવી વિશે વાત કરીશુ એક અભ્યાસ પ્રમાણે ગર્ભવતી મહિલાઓ માટે કિવી ઉત્તમ ફળ ગણનામાં આવે છે.આ સાથે જ ડેંગ્યું અને ચીકનગુનિયાની બીમારીમાં શરીરમાં લોહીની પ્લેટસ માં ઉણપ થવા લાગે છે તેવી સમસ્યામાં પમ કીવી ફળ ખાવાથી ઘણો ફાયાદો થાય છે. તો ચાલો જાણીએ કીવી ખાવાથઈ આરોગ્યને થતા અનેક ફાયદાઓ
કિલી ખાવાથી લોહીમાંથી ઓછા થતી લોહીની પ્લેટની સંખ્યા ને વધારી શકાય છે.
કિવીનું સેવન ડેંગ્યું અને ચીકનગુનિયા બીમારી સામે લડવામાં મદદ મળે છે. તેથી ડેંગ્યું ના તાવમાં કીવી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
ખાસ કરીને કીવી ફળ ફોલિક એસીડ થી ભરપુર હોય છે, જે ગર્ભવતી મહિલાઓને લાભદાયક છે. ગર્ભવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલા ને ૪૦૦ થી 600 માઈક્રોગ્રામ ફોલિક એસીડ ની જરૂરિયાત હોય છે જે કીવી ફળ ખાવાથી સરળતાથી પૂરી પડી શકે છે. ફોલિક એસીડ નું સેવન ગર્ભમાં ઉછરી રહેલ બાળકના મગજનો વિકાસ થાય છે.
આંખો માટે ફાયદાકારક ગણવામાં આવે છે કીવી, કીવી ફળ ખાવાથી આંખોની બીમારીઓ થવાનો ભય ઓછો થઇ જાય છે. કીવીમાં વિટામીન ‘એ’ અને એન્ટીએક્સીડેંટ મળી આવે છે જે આંખોની રોશની પણ વધારવામાં મદદ કરે છે .
આ સાથે જ કીવી ફળમાં સેરોટોનિક સ્લીપિંગ ડીસઓર્ડર નો ઉપચાર કરવાના ગુણ મળી આવે છે. જો તમે પણ અનિન્દ્રા ની તકલીફ છે કે પછી તમને ઊંઘ ન આવવાની તકલીફ છે તો સુતા પહેલા 2 કીવી ફળ ખાવ, તેના સેવનથી તમને ઊંઘ સારી આવે છે
આ સાથે જ કીવીમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જેથી કીવી ખાવાથી તમને કબજિયાત થી છુટકારો મળે છે. જો તમને ઇરીટેબલ બોલેસ સિન્ડ્રોમ છે તો તમારે આ ફળ જરૂર ખાવું જોઈએ. આ ફળ ખાવાથી પેટનો દુઃખાવો, કબજિયાત, દસ્ત અને પેટને લગતી બીજી બીમારીઓમાં રાહત મળે છે.