- પીએમ મોદીનું સંબોધન
- મુખ્યમંત્રીઓ અને મુખ્ય ન્યાયાધીશોના સંયુક્ત સમ્મેલન
દિલ્હીઃ- આજ રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત મુખ્યમંત્રીઓ અને મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત પરિષદને પીએમ મોદીએ સંબોધિત લકરી હતી આ સમયગાળા આયોજિત આ કોન્ફરન્સની અધ્યક્ષતા ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના કરી હતી. સાથે જ આ સમ્મલેનમાં પીએમ મોદી પણ જોડાયા છે તેમણે સંમેલનને સંબોધિત કર્યું છે.
આ કોન્ફરન્સ દેશભરના કોર્ટ સંકુલમાં નેટવર્ક અને કનેક્ટિવિટી, જિલ્લા અદાલતોમાં HR અને કર્મચારીઓની નીતિની જરૂરિયાતો, બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્ષમતા નિર્માણ, કાનૂની અને સંસ્થાકીય સુધારા, હાઈકોર્ટના ન્યાયાધીશોની પસંદગી વગેરે જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી છે.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહેલી કેટલીક વાતો
આ સંબોધનમાં વડાપ્રધાને સ્થાનિક ભાષાઓને આગળ લઈ જવાની અપીલ કરી. “આપણે અદાલતોમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. આનાથી દેશના સામાન્ય નાગરિકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ વધુ મજબૂત થશે.આપણે કોર્ટમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે. તેનાથી દેશના સામાન્ય નાગરિકોને ન્યાય પ્રણાલીમાં ભરોસો વધશે. તેઓ પોતાને જોડાયેલા મહેસૂસ કરશે.
આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, 2015માં અમે લગભગ 1800 કાયદાઓ ઓળખી કાઢ્યા જે અપ્રસ્તુત બની ગયા હતા. તેમાંથી કેન્દ્રએ આવા 1 હજાર 450 કાયદાને નાબૂદ કર્યા. પરંતુ, રાજ્યો દ્વારા માત્ર 75 કાયદા જ નાબૂદ કરવામાં આવ્યા છે.
પીએમ મોદીએ ન્યાય સિસ્ટમની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, દેશમાં કાયદાકીય શિક્ષણ આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સમકક્ષ હોય તેની ખાતરી કરવાની અમારી જવાબદારી છે. તેમણે કહ્યું, ‘આ ‘અમૃત કાલ’માં, આપણું વિઝન એવી ન્યાયિક પ્રણાલી તરફ હોવું જોઈએ, જ્યાં ન્યાય સરળતાથી, ઝડપી અને બધા માટે ઉપલબ્ધ હોય.
આ સાથે જ ન્યાયની વ્યવસ્થા કેવી હોવી તે બાબતે કહ્યું કે 2047માં જ્યારે દેશ પોતાની આઝાદીના 100 વર્ષ પૂરા કરશે ત્યારે આપણા દશમાં કેવી ન્યાય વ્યવસ્થા જોવા માંગશો? આપણે કયા પ્રકારે આપણી જ્યૂડિશીય.લ સિસ્ટમ ને એટલી સમર્થ બનાવીએ કે તે 2047ના ભારતની આકાંક્ષાઓને પૂરી કરી શકે, તેના પર ખરી ઉતરી શકે, આ પ્રશ્ન આજે આપણી પ્રાથમિકતા હોવો જોઈએ.
આ સાથે જ આ કોન્ફોરન્સમાં ભારતના મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “આપણે ‘લક્ષ્મણ રેખા’નું ધ્યાન રાખવું જોઈએ. જો શાસન કાયદા મુજબ ચાલતું હોય તો ન્યાયતંત્ર તેના માર્ગમાં ક્યારેય નહીં આવે. જો નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો તેમની ફરજો બજાવે, જો પોલીસ યોગ્ય રીતે તપાસ કરે અને ગેરકાયદેસર કસ્ટડીનો ત્રાસ અટકે તો લોકોએ કોર્ટમાં જવાની જરૂર નથી.