વધુ પડતો ઘમંડ ભાજપના પતનનું કારણ બની રહ્યો છે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નિવેદન
લોકસભાની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં હોવાથી નેતાઓના શાબ્દિક પ્રહારો વધુ તેજ બન્યા છે. આ દરમિયાન રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભાજપ પર અહંકારી હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, વધુ પડતો ઘમંડ ભાજપના પતનનું કારણ બની રહ્યું છે.
અશોક ગેહલોતે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે ભાજપની આ ચૂંટણીમાં ખરાબ હાલત થવાનું એક કારણ કોંગ્રેસના નોન પરફોર્મિંગ અસેટ કેટેગરીના સેંકડો નેતાઓને પોતાની પાર્ટીમાં શામેલ કરવું છે.. .આવા નેતાઓ પાર્ટીમાંથી બહાર થવાથી કોંગ્રેસ કાર્યકર્તાને વધારે મોકો મળ્યો. અને ભાજપ પર આવા નેતાઓ બોજ રૂપ બની ગયા. જેનાથી તેમના પોતાના કાર્યકર્તા નિરાશ થઇ ગયા
તેમણે કહ્યું કે વધુ પડતો ઘમંડ ભાજપને પતન તરફ દોરી રહ્યો છે.”
આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે દાવો કર્યો હતો કે આ લોકસભા ચૂંટણીમાં ભાજપને 200થી ઓછી સીટો મળશે. ગેહલોતે કહ્યું હતું કે ચૂંટણીના માહોલને જોતા સ્પષ્ટ થાય છે કે હવે જનતા પોતે જ એનડીએ સામે ચૂંટણી લડી રહી છે.
તેમણે કહ્યું કે ભારતના લોકો ક્યારેય સરમુખત્યારશાહી અને ઘમંડને પસંદ નથી કરતા અને હંમેશા તેની વિરુદ્ધ ઉભા થયા છે. પૂર્વ સીએમ ગેહલોતે કહ્યું કે ચૂંટણી દરમિયાન રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આ વાતાવરણ અનુભવાયું હતું.