- માથાના દુખાવા માટે પુરતી ઊંઘ લેવી જોઈએ
- ઉજાગરાના કારણે માથું દુખે છે
આજકાલ દરેક લોકોને માથા દુખવાની સમસ્યા છે આવી સ્થિતિમાં અવનવા ઘરલું નુસ્ખાઓ કામ કરતા હોય છે દિવેલ પાણઈનું મસાજ, તેલનું મસાજ વગેરે મસાજ કરવાથી મગજને શાંતિ મળે છે અને આપણે રિલેક્ક્ષ ફીલ કરીએ છે, હેડ મસાજ માથાની ચામડીની માલિશ કરવાથી દબાણ દૂર કરવામાં અને ચિંતા ઘટાડવામાં મદદ મળી શકે છે.
માથું દુખે ત્યારે 1 કલાકની ઊંઘ લઈલો
જ્યારે ખૂબ જ માથું દુખતું હોય ત્યારે એક કલાક સુધી સઈ લેવું જોઈએ કારણ કે ચિંતા અને તણાના કારણે માથું દુખે તો તે મટી જશે
એક્યુપ્રેશર
માથાના દુઃખાવાથી રાહત મેળવવા માટે તમે એક્યુપ્રેશરની મદદ પણ લઈ શકો છો. આ માટે તમારા હાથની હથેળીને આગળની તરફ લાવો. હવે બીજા હાથથી અંગૂઠા અને તર્જની વચ્ચેની જગ્યાને હળવા હાથે મસાજ કરો. 4 થી 5 મિનિટ સુધી બંને હાથની મસાજ કરો. આમ કરવાથી દુખાવો મટે છે
લવિંગનું તેલ
લવિંગનું તેલ માથાના દુઃખાવાથી રાહત મેળવવા માટે તમે લવિંગના તેલનો ઉપયોગ કરી શકો છો. તે માથાનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. આ માટે તમે થોડા સમય માટે લવિંગના તેલથી માથાની માલિશ કરી શકો છો. તેમાં એવા ગુણ છે જે માથાનો દુખાવો દૂર થાય છે.
લીંબુ પાણી
ક્યારેક ગેસના કારણે માથાનો દુખાવો પણ થાય છે. આ કિસ્સામાં, એક ગ્લાસ પાણી ગરમ કરો. તેમાં લીંબુનો રસ ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. હવે આ પાણી પી લો. આ પાણી માથાનો દુખાવો દૂર કરવાનું કામ કરે છે.