Site icon Revoi.in

શરીરમાં પરસેવો વધારે થાય છે? તો તેને હળવાશથી ન લેતા

Social Share

કેટલાક લોકોમાં આપણને એવું તરત જોવા મળે છે કે તેમના શરીરમાં તેમને પરસેવો વધારે થતો હોય છે, આવામાં કેટલાક લોકો કહે છે કે પરસેવો થાય તો શરીરને અનેક સમસ્યાઓથી દુર રાખી શકાય છે પરંતું જો ક્યારેક પરસેવો વધારે થાય તો તે ગંભીરતાથી પણ લેવું જોઈએ કારણ કે તેમાં અનેક પ્રકારની સમસ્યાઓ હોઈ શકે છે.

વધુ જાણકારી અનુસાર ગ્લૂકોઝની અછતથી શરીરનું એનર્જી લેવલ ઘટે છે. આ સ્થિતીમાં વધારે ભૂખ લાગે છે. જો ભોજન મોડેથી કરવામાં આવે તો સ્વભાવ પણ ચિડચિડ્યો થઈ જાય છે.

ઘણા લોકો પોતાનું વજન ઘટાડવા માટે ઓછું જમતા હોય છે કે કદાચ સાવ જમતા નથી. પણ શરીરને ચલાવવા માટે પોષકતત્વો મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં ગ્લૂકોઝની અછતને કારણે પણ અનેક સમસ્યાઓ થાય છે. શરીરમાં કયારે પણ ગ્લૂકોઝની અછત ના થવા દેવી જોઈએ.

ગ્લૂકોઝ આપણા શરીરમાં એનર્જી લેવલ જાળવી રાખે છે. તેની શરીરમાં અછતથી દરેક અંગ પર તેની અસર પડે છે. મગજ પર તેની સીધી અસર થાય છે. જેના કારણે માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવી સમસ્યા થાય છે. શરીર પર વધારે પરસેવો આવવો એ પણ ગ્લુકોઝની અછતનો સંકેત છે.ગ્લૂકોઝની અછતથી શરીરના તંત્રોને વધારે મહેનત કરવી પડે છે. જેથી ગ્લૂકોઝ પુરા પાડતા ખોરાકનું સેવન કરતા રહેવુ જોઈએ.