- ઈયરફોનનો વધુ ઉપયોગ બેરાશ નોતરે છે
- કાનની સમસ્યા વધારે છે હેડફોન
આજકાલ દ્યારે પણ લોકો નવરાશની પળો માણતા હોય ત્યારે કાનમાં ઈયરફોન, હેડફોન કે એરપોડ લગાવીને સોંગ સાંળતા હોય છે,જો કે સતત આ રીતે કાનમાં મ્યૂઝિક સાંભળવાથી લાંબે ગાળે કાનને ઘણું નુકશાન થતું હોય છે.મોટાભાગના લોકો જેઓ મુસાફરી કરી રહ્યા છે અથવા ખાલી બેઠા છે તેઓ તેમના કાનમાં ઇયરફોન જોવા મળી જ જાય છે, પરંતુ કદાચ તમે જાણતા નથી કે તમે કેટલી ગંભીર બીમારી નોતરી રહ્યા છે ત્યા સુધી કે એક સમયે તમે ઓછું સાંભળતા થઈ જાઓ છો.
હેડફોનમાંથી આવતો અવાજ કાનના પડદાને અથડાવે છે અને આમ કરવાથી કાનના પડદાને નુકસાન થાય છે. લાંબા સમય સુધી અથવા રોજબરોજ ઈયરફોનનો ઉપયોગ કરો છો, તો તમે આ બીમારીઓ નોતરી રહ્યા છે.
સાંભળવાની ક્ષમતા ઘટે છે
આજકાલ લોકો ગીતો સાંભળવા કે વીડિયો જોવા માટે ઈયરફોનને લાંબો સમય રાખે છે. નિષ્ણાતોના મતે ઈયરફોન કે હેડફોનનો વધુ પડતો ઉપયોગ આપણી સાંભળવાની ક્ષમતાને ઘટાડે છે કાન ક્યારેક સુન્ન મારી જાય છે અને પરિણામે બહેરાશનું જોખમ વધારી શકે છે.
પુરતી ઊંધ નથી થતી અને ચક્કર પણ આવે છે
ઈયરફોનના વધુ પડતા ઉપયોગને કારણે કાનમાં અવાજ ફિલ્ટર થવા, ચક્કર આવવા, ઊંઘ ન આવવા જેવી સમસ્યાઓ થવા લાગે છે, આવી સ્થિતિમાં આપણા કાનની સાંભળવાની ક્ષમતા 90 ડેસિબલ સુધી હોય છે, તે ધીમે ધીમે ઘટીને 40- 50 ડેસિબલ સુધી પહોંચે છે.
કાનમાં ચેપ લાગવો
જે લોકો ઈયરફોન એકબીજા સાથે શેર કરે છે,તેમણે તો સાવચેત રહેવું જોઈએ. આ તમારા કાનમાં ચેપનું જોખમ વધારે છે. આટલું જ નહીં, કાનમાં સતત પ્લગ રહેવાથી ઘણી વખત ફંગલ ઇન્ફેક્શનનો ખતરો પણ વધી જાય છે અને તેનાથી ઇન્ફેક્શન કાનના પડદા સુધી પહોંચે છે.