Site icon Revoi.in

ગાંધીનગર સચિવાલયમાં કર્મચારીઓને હાજરી કાર્ડ સ્વાઇપમાંથી અપાઈ મુકિત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલયમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને હાજરીના ડીજીટલાઈઝેશન સ્વાઈપમાંથી મુક્તિ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાલ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કેટલાક રાજકીય અગેવાનો સંક્રમિત થયા હતા. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સચિવાલયના તમામ કર્મચારીઓને કોરોનાની રસી આપવાની જાહેરાત કરી છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરમિયાન કોરોનાનું સંક્રમણ અટકાવવા મહત્વનો નિર્ણય લેવાયો છે. સચિવાલયમાં ફરજ બજાવતાં તમામ કર્મચારીઓની હાજરીના ડીજીટલાઇઝેશન સ્વાઈપ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. સચિવાલયના અધિકારીઓ, કર્મચારીઓને પ્રવેશ માટેના ઇલેક્ટ્રોનીકસ કાર્ડને સ્વાઇપ કરવામાંથી મુક્તિ આપવા બાબતે પરિપત્રથી સૂચના આપી છે. તા. 30મી એપ્રિલ 2021 સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.