અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. શહેરની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી હાઉસફુલ થઈ રહી છે. દર્દીઓને સારવાર સાથે માનસિક મનોબળ વધારવું પણ જરૂરી છે. ત્યારે સિવિલની કિડની હોસ્પિટલમાં દર્દીઓને સારવાર સાથે કસરત કરાવીને માનસિક મનોબળ વધારવામાં આવી રહ્યુ છે.
શહેરના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલના કોરોનાનાં દર્દીઓને શારીરિક માનસિક હિંમત આપવામાં આવે છે. દિવસમાં અહીં બે વખત કસરત કરાવાયા છે. જેમાં દર્દીઓને પણ રાહતનો અનુભવ થઈ રહ્યો છે. હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓને કસરત કરાવાય છે. જ્યારે દરેક દર્દીને પણ બધાની સાથે હૂંફ મળે છે.
કિડની હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઓક્સિજન પરના દર્દીઓ પણ હોસ્પિટલ સ્ટાફ દ્વારા કરાવવામાં આવતી હળવી કરસતમાં સામેલ થાય છે. હોસ્પિટલ દ્વારા હાલ આ પ્રકારે કોરોના દર્દીને શારીરિક માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે મેડિકલ સ્ટાફ દ્વારા પ્રયાસ કરવામાં.આવી રહ્યો છે. હોસ્પિટલ સ્ટાફ દ્વારા આ સરાહનિય પગલું છે. કિડની હોસ્પિટલમાં કસરત ઉપરાંત દર્દીઓમાં મનોબળ મજબુત બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દર્દીઓ પણ એકબીજાને સધિયારો આપી રહ્યા છે. એટલે દર્દીઓમાં પણ હિંમત વધી રહી છે.