Site icon Revoi.in

ટ્રેડિશનલ પોષાકને લઈને એક્ઝિબેશનમાં થઈ રહ્યો છે વધારોઃ યુવતીઓનું ટ્રેડિશનલ વેર તરફ આકર્ષણ વધ્યું

Social Share

 

આજકાલ અનેક શહેરો કે પછી પ્રવાસન સ્થળો એ ટ્રેડિશનલ કપડાનો એક્ઝિબેશન મોટા પ્રમાણમાં જોવા મળે છે, ભારતીય સંસ્કુતિને જાળવી રાખવા દેશના અનેક રાજ્યના પ્રવાસન સ્થળે જે તે રાજ્યના ટ્રેડિશનલ પોષાકનું એક્ઝિબેશન કે સ્ટોર જોવા મળે છે,અહીં આવતા લોકો આ તરફ આકર્ષાય છે અને ખરીદી પણ કરે છે, આમ ટ્રેડિશનલ પો।ષાકનું મહત્વ ફરીથી વધતું જતુ જોવા મળાી રહ્યું છે, એમ કહી શકાય કે આ પ્રકારના એક્ઝિબેશન દ્રારા આપણે ભારતીય સંસ્કૃતિને જાળવવાના સફળ પ્રયત્નો કરી રહ્યા છે.

એકિઝીબીશનમાં ખાસ મહીલાઓ માટે ટ્રેડીશ્નલ કપડાઓથી માંડીને જવેલરી સુધીની તમમ પ્રોડકટસ રાખવામાં આવે છે, જેથી કરીને મહિલાઓ જે તે રાજ્યના પરંપરાગત પોષાક અને ઘરેણાને જોઈ શકે સમજી શકે, ગુજરાતની જો વાત કરીએ તો કચ્છમાં આ પ્રકારના એક્ઝિબેશન જોવા મળે છે.

એક્ઝિબેશનમાં ખાસ કરીને હેન્ડવર્કને વધુ પ્રાઘાન્ય આપવામાં આવે છે, આ કપડાઓ કે જ્વેલરી હાથથી બનાવવામાં આવતી હોય છે, અને પરંપરાગત રીતે તેને ડિઝાઈન કરવામાં આવતા હોય છે,

હવે યુવતીઓ જીન્સની પેન્ટ પર કોટનની હેન્ડ વર્ક વાળઈ કુર્તી કે ટોપને પ્રાધાન્ય આપી રહી છે, આ સાથે જ કોટનની કુર્તિઓમાં પરંપરાગત રીતે કરવામાં આવતા આભલાનું વર્કે, કોડી છીપલાનું વર્ક વગેરેને ખાસ પસંદ કરતી હોય છે, આ સાથે જ હવે વાર તહેવારે પણ ટ્રેડિશનલ લૂકનો ક્રેઝ વધ્યો છે.