અમદાવાદના રિવરફ્રન્ટ પર બાયોડાયવર્સિટી પાર્કનું વિસ્તરણઃ વિવિધ પ્રજાતિના અનેક વૃક્ષો વવાયા
અમદાવાદ: શહેરના સાબરમતી રિવરફ્રન્ટ દ્વારા બાયોડાયવર્સીટી પાર્ક બનાવવામાં આવ્યો છે. તેમાં પણ અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે.આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બાયોડાયવર્સીટી પાર્કની મુલાકાત લીધી હતી અને બાયોડાયવર્સીટી પાર્કમાં વાવવામાં આવેલ વૃક્ષોની માહિતી મેળવી હતી. તેમજ બાયોડાયવર્સીટી પાર્કને વિસ્તરણ કરવામાં આવ્યું તેમાં તેમણે વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સાબરમતી રિવરફન્ટ દ્વારા બાયોડાયવર્સીટી પાર્કના વિસ્તરણની શરૂઆત કરવામાં આવી છે. 45 હજાર જેટલા વૃક્ષો 2.25 કરોડના ખર્ચે થશે..અને પાર્કનું વિસ્તરણ એ નવું નજરાણું બનવાનું છે.નગરની નવી ઓળખ પ્રસ્તાવિત થશે. અર્બન ફોરેસ્ટ પ્રસ્થાપિત બનશે.સાબરમતી રિવરફ્રન્ટ અને પર્યાવરણ જતનને વાચા મળશે..શહેરના સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ બાયો ડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવ્યો છે.અગાઉ આશરે 120 પ્રજાતિના 7000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા હવે સદર પાર્ક વિસ્તરણમાં આશરે 170 પ્રજાતિના 45000 જેટલા વૃક્ષો વાવવામાં આવેલા છે જેમાંથી 134 જેટલી પ્રજાતિ લુપ્ત થતી વૃક્ષોની છે સદર પાર્કમાં રબર કપૂર સિંધુ દ્રાક્ષ ,અંજીર, આરીઠા , કૈલાશપતિ, રક્તચંદન, સીસમ , રુખડો,ચરોલી, ઢવ, ખીજડો, ખેર, પિલખન જેવી લુપ્ત થતી વનસ્પતિઓ નું વાવેતર કરવામાં આવેલ છે.તેમજ ચીકુ, આંબો,કરમદા, મોસંબી, નારંગી ,દાડમ, જાંબુ, સેતુર, ગુંદા જેવી વનસ્પતિ પણ વાવેતર કરવામાં આવેલ છે આ ફળોનો ઉપયોગ પક્ષીઓના ખોરાક માટે કરવામાં આવશે
સદર પાર્કના ડેવલોપમેન્ટનું અંદાજીત ખર્ચ 2.50 કરોડ છે સાબરમતી રિવરફ્રન્ટમાં કુલ 1,35,500 ચોરસ મીટર એરિયામાં બાગ બગીચા આવેલા છે . સાબરમતી રિવરફ્રંટના પૂર્વ તેમજ પશ્ચિમ બાજુએ કુલ 25 કિલો મીટરનો પ્લાન્ટેશન આવેલ છે તેમજ સાબરમતી રિવરફ્રન્ટમાં પૂર્વથી પશ્ચિમ બાજુએ અપર લોએર 7 હજારથી પણ વધુ ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવેલ છે.