રાજકોટ:દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો (NHs)ના વિકાસ અને જાળવણી માટે મંત્રાલય મુખ્યત્વે જવાબદાર છે. MoRTH એ કુલ 2,753 કિલોમીટર લંબાઈના 55 પોર્ટ કનેક્ટિવિટી રોડ પ્રોજેક્ટ્સનો વિકાસ હાથ ધર્યો છે. આ ઉપરાંત વધુ 2 વિસ્તારો માટે ડીપીઆર તૈયાર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA) એ અન્ય બાબતોની સાથે-સાથે પીએમ ગતિશક્તિના ભાગ રૂપે મંત્રાલયના 48,030 કિમી લંબાઈના રાષ્ટ્રીય ધોરીમાર્ગો (NHs) માળખાકીય પ્રોજેક્ટનો સમાવેશ કરવા માટે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના પ્રસ્તાવને ઓક્ટોબર 2021માં મંજૂરી આપી હતી. વિવિધ આર્થિક ઝોનને મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે નેશનલ માસ્ટર પ્લાન (NMP). આ સાથે-સાથે દેશમાં પોર્ટ કનેક્ટિવિટી રોડની 2,047 કિમી લંબાઈના વિકાસ (68 પ્રોજેક્ટ્સ)નો સમાવેશ થાય છે.
ભાવનગર-વેરાવળ-ગડુ-પોરબંદર-દ્વારકા-ખંભાળિયા-દેવરિયા અને ધ્રોલ-ભાદરા-પાટિયા-પીપળીયા સુધીના કોરિડોરની લંબાઈ 583.90 કિમી છે. જેમાંથી ગુજરાત રાજ્યમાં વિકાસ માટે ત્રણ એમ ભાવનગરથી સોસિયા-અલંગ શિપ રીકલિંગ યાર્ડ, ત્રાપજ-મણાર અને કંડલા કચ્છ રોડ પર આરઓબી સુધીની 46 કિમીની લંબાઇ ધરાવતા પ્રોજેક્ટ્સની કલ્પના કરવામાં આવી છે.
કોરિડોર ભાવનગર, ઉના, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, દેવભૂમિદ્વારકા, જામનગર અને મોરબી જેવા મહત્વના સ્થળો અને જિલ્લાને જોડશે. આ કોરિડોર ઔદ્યોગિક અને મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓના સ્થળોને પ્રદેશના બંદરો સાથે જોડશે જેનાથી કાર્ગો પરિવહનની સુવિધા મળશે અને પરિવહન ખર્ચ અને સમય ઘટશે. આ ઉપરાંત તે મુખ્ય પ્રવાસન સ્થળોને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને વેગ આપશે.
આ માહિતી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.