Site icon Revoi.in

મોંઘો મેક-અપ એક્સપાયર્ડ થઈ ગયો છે? તો હવે આ રીતે કરો તેનો ઉપયોગ

Social Share

મેક-અપ માટે હંમેશા તત્પર રહેતી સ્ત્રીઓ દ્વારા અવાર નવાર મોંઘા મોંઘા મેપ-અપ ખરીદવામાં આવતા હોય છે. કેટલીક વાર એવુ પણ બને છે કે મોંઘા ભાવે ખરીદેલા મેક-અપનો ઉપયોગ ન થતા તે પડ્યા પડ્યા એક્સપાયર્ડ થઈ જાય છે અને પછી તેને ફેંકી દેવા સિવાય કોઈ અન્ય રસ્તો રહેતો નથી.

તો હવે અમે તમને જે વાત જણાવી રહ્યા છે પછી કોઈ પણ સ્ત્રી મેક-અપને એક્સપાયર્ડ થયા પછી પણ ફેંકશે નહી.

જો વાત કરવામાં આવે લિપસ્ટિકની તો તમારી પસંદની લિપસ્ટિક ફેંકી દેવાને બદલે, તમે તેનાથી કોઈ સુંદર રંગીન લિપ બામ બનાવી શકો છો. આ માટે, પહેલા તમારી લિપસ્ટિકને નાના બાઉલમાં કાઢો અને બાઉલને થોડો સમય ગરમ પાણીમાં રાખો. આ કરવાથી, લિપસ્ટિક પીગળી જશે અને તેના તમામ બેક્ટેરિયા નાબૂદ થઈ જશે. હવે તેને તમારી વેસેલિન અથવા પેટ્રોલિયમ જેલી સાથે ભેળવી દો. તેને નાના બોક્સમાં નાંખો અને તેને ફ્રિજમાં રાખો. તમારું મનપસંદ લિપ બામ તૈયાર છે.

આઈ શેડ્સ નામની પ્રોડક્ટ પણ સ્ત્રીઓ દ્વારા વધારે ખરીદવામાં આવતી હોય છે. સામાન્ય રીતે આઇશેડોની એક્સપાયરી ફક્ત એકથી દોઢ વર્ષ હોય છે. આવી સ્થિતિમાં જો નેઈલ પોલીશમાં તમારી એક્સપાયર થયેલ આઇશેડો મૂકીને નવો શેડ બનાવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. તેને બનાવવા માટે, તમે નેઇલ પોલીશ લો અને આઇશેડો પિગમેન્ટ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દો. તમે તેનો ઉપયોગ કોઈપણ સમયે કરી શકો છો.

માર્કેટમાં ફેસ ઓઇલ ખૂબ મોંઘું છે. જો તમારી પાસે પણ ફેસ ઓઇલ છે જે એક્સપાયર થઈ ગયું છે, તો પછી તમે તેનો ઉપયોગ શરીરની સંભાળ માટે કરી શકો છો. તમે તેમાં ખાંડ ઉમેરી શકો છો અને તેનો ઉપયોગ બોડી સ્ક્રબરની જેમ કરી શકો છો.