- દેશને મળી વધુ એક કોરોના વેક્સિન
- સ્પુતનિક વી ને ઈમરજન્સીના ઉપયોગ માટે મળી પરવાનગી
દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, વધતા જતા કોરોનાના કેસો સરકારની ચિંતા વધારી રહ્યા છે, દેશના અનેક રાજ્યોમાં કોરોનાને લઈને હાહાકાર મચવા પામ્યો છે, રોજે રોજ મૃત્યુ પામી રહેલા લોકોના દેહને અંતિમ સંસ્કાર માટે પણ લાઈનમાં રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે આ કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે હવે એક સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
કોરોનાની વેક્સિન સ્પુતનિક-વીના ઈમરજન્સીના ઉપયોગ માટે સોમવારના રોજ કોરોના વેક્સિન બાબતની એક્સપર્ટની કમિટિની એક ખાસ બેઠક યોજવામાં આવી હતી, સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હવે રશિયાની સ્પુતનિક-વી કોરોનાની વેક્સિનને ભારતમાં ઈમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સ્પુતનિક દ્વારા થયેલા પરિક્ષણોનો ડેટા રજૂ કરવામાં આવ્યો હતો, જેના આધારે વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. સ્પુતનિક વી વેક્સિન માટે હૈદ્રાબાદની ડોક્ટર રેડ્ડીઝ લેબ, હેટરો બાયોફાર્મા, ગ્લેન્ડ ફાર્મા, સ્ટેલિસ બાયોફાર્મા અને વિક્રે બાયોટેક જેવી કંપનીઓ સાથે રશિયાની સરકારી રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડે કરાર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે,ભારતમાં સ્પુતનિક વી નું હૈદરાબાદની ડો. રેડ્ડી લેબોરેટરી સાથે મળીને પરિક્ષણ કર્યું છે,અને સાથે મળીને તેનું ઉત્પાદન પણ ચાલી રહ્યું છે, ભારતની કોરોનાને લઈને ગંભીર સ્થિતિમાં વધુ એક વેક્સિનને મંજૂરી મળતા લોકોને હાશ થઈ છે.
સાહિન-