કોરોનાને લઈને નિષ્ણાંતે કહી રાહતની વાત – ‘હંમેશા માટે નહી રહે કોરોનાની મહામાહી,જલ્દી આવશે અતં’
- કોરોનાનો જલ્દી આવશે અંત
- કાયમ માટે નહી રહે આ મહામારી
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે કોરોના વાયરસના નવા સ્ટ્રેન પણ અનેક પડકાર ઊભા કરી રહ્યા છે.દરેક કાર્યમાં કોરોના ઈફેક્ટ કરે છે ત્યારે ઘણા લોકોનું કેવું હોય છે કે હવે કોરોનાને આપણા જીવનનો ભાગ બનાવી લેવો જોઈએ તે કાયમ માટે રહેશે જ, પરંતુ નિષ્ણાંતો એ આ વાતને લઈને રાહતની વાત કહી છે.
ઉલ્લેખનીય છે કેસવેક્સિન કોરોના સામે મજબૂત હથિયાર બનીને ઊભરી આવી છે ત્યારે આ દરમિયાન એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. વોશિંગ્ટનમાં વૈજ્ઞાનિક અને વાઈરોલોજિસ્ટ ડૉ. કુતુબ મહમૂદે મીડિયાને જણાવ્યું હતું કે રસીકરણ એ કોરોના સામે સૌથી મજબૂત શસ્ત્ર છે. આ મગામારી કાયમ ટકી શકતી નથી અને તેનો અંત ખૂબ નજીક છે.
તેણે એમ પણ કહ્યું કે ચેસની આ રમતમાં કોઈ વિજેતા નથી, આ ડ્રો થવા જેવી વાત છે, જ્યાં વાયરસ સંતાય જશે અને આપણે ખરેખર જીતીશું અને ટૂંક સમયમાં ફેસમાસ્કથી છુટકારો મેળવીશું. તેમણે એક વર્ષમાં 60 ટકા રસીકરણ હાંસલ કરવા બદલ ભારતની પ્રશંસા કરી.
નિષ્ણાંતે મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે મને લાગે છે કે આપણે મહામારીના અંતની ખૂબ નજીક પહોંચી રહ્યા છીએ. તેથી, હું આશા રાખું છું કે જેમ જેમ આપણે આ વર્ષે આગળ વધીશું, કદાચ આપણે ખૂબ જ જલ્દી આ મોટી મહામારીમાંથી બહાર આવીશું.વધુમાં તેમણે કહ્યું કે વાયરસ તેનું સ્વરૂપ બદલી નાખે છે અને મનુષ્યમાં બદલાતી પ્રતિરક્ષાને અનુરૂપ મ્યુટન્ટ્સ બનાવવાનો પ્રયાસ કરે છે જેથી તે જીવિત રહી શકે. તેણે કહ્યું કે તે મનુષ્ય અને વાયરસ વચ્ચે ચેસની રમત જેવી રમત જોવા મળે છે.