Site icon Revoi.in

ભારતમાં ત્રીજી લહેરના અંત વિશે મેડિકલ એક્સપર્ટ શું કહે છે? જાણો

BROCKTON - AUGUST 13: A nurse practitioner administers COVID-19 tests in the parking lot at Brockton High School in Brockton, MA under a tent during the coronavirus pandemic on Aug. 13, 2020. (Photo by David L. Ryan/The Boston Globe via Getty Images)

Social Share

મુંબઈ: ભારતમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર હાલ જોવા મળી રહી છે. રોજ મોટી સંખ્યામાં કેસ નોંધવામાં આવી રહ્યા છે અન તેના કારણે સામાન્ય જનતાની સાથે સરકાર પણ પરેશાન છે. આવામાં મેડિકલ એકસપર્ટ કહે છે કે ભારતમાં ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં ઓમિક્રોનના કેસ પીક પર પહોંચશે અને તેની સાથે જ ત્રીજી લહેરનો અંત થવાની શક્યતા છે. આ ખુબ તેજીથી આવેલી વિસ્ફોટક લહેર છે અને આશા છે કે જેટલી ઝડપથી આવી છે એટલી જ ઝડપથી જશે.

જાણીતી સંસ્થાના ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે ભારતના મોટાભાગના હિસ્સાઓમાં ઓમિક્રોનના કેસ એકથી 15 ફેબ્રુઆરી વચ્ચે ચરમ પર પહોંચી શકે છે. માર્ચમાં કેસ એકદમ ઓછા થઈ જશે અને આશા છે કે એપ્રિલ બાદ ભારતને મહામારીના કારણે આવતી પરેશાનીઓમાંથી મુક્ત મળી જવી જોઈએ. કોવિડ કેસના લેટેસ્ટ આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે દેશમાં કોરોનાના 2,58,089 નવા કેસ નોંધાયા હતા અને 385 લોકોના મોત થયા હતા. જ્યારે મંગળવારે નવા કેસમાં ઘટાડો થયો અને 2,38,018 કેસ નોંધાયા. દેશમાં ઓમિક્રોનની સંખ્યા વધીને 8891 થઈ છે. જે સોમવાર કરતા 8.31 ટકા વધુ છે.

બેંગ્લુરુ સ્થિત IISc-ISI માં સેન્ટર ફોર નેટવર્ક્ડ ઈન્ટેલિજન્સ(Center For Networked Intelligence) ની ટીમ દ્વારા ઓમિક્રોન પર પ્રસ્તુત પ્રોજેક્ટ્સ જાન્યુઆરી-માર્ચ 2022 IISc-ISI Model માં પણ ભવિષ્યવાણી કરાઈ છે કે ત્રીજી કોવિડ લહેર જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ચરમ પર હોઈ શકે છે. તે સમયે રોજના 10 લાખ કેસ આવી શકે છે.