તમારા બાળકની સારી પરવરીશ માટે તેને સાચા અને ખોટાનો તફાવત સમજાવો, જાણો કઈ રીતે કરશો આ કામ
દરેક માતા-પિતા ઈચ્છે છે કે પોતાનું બાળક સારા માર્ગ પર ચાલે,બાળકને આ માટે માતા પિતા સાચા ખોટાનો પણ તફાવત સમજાવતા હોય છે. બાળકને હંમેશાથી નાની નાની બાબતો જો ખબર હશે તો મોટા થઈને બાળકોને હેરાન ન થવું પડે. બાળકોને તમે તમારા વચ્ચે રાખીને પ્રેમથી આ બધી જ બબાતો શીખવી શકો છો બસ આ માટે તમારે આ મુદ્દાઓ પર ધ્યાન રાખવું જોઈએ
આ માટે તમારે તમારા બાળકને સાચા-ખોટાનો ફરક સમજાવવો સરળ નથી. જોકે માતા-પિતા ખૂબજ કલાત્મક અંદાજમાં બાળકોને સારા ગુણ શીખવાડી શકે છે. બાળકને સાચા-ખોટા અંગે શીખવાડવા માટે તેને ઉદાહરણ આપો.
નાનાં બાળકોને માત્ર એ જ વાત સમજાય છે, જેની સાથે તે પોતાની જાતને જોડી શકે છે. તેને વધારે મુશ્કેલ અને ગોળ-ગોળ વાતોમાં ન સમજાવો. બાળક સામે સરળ ભાષામાં જ તેની ભાષામાં જ વાત કરો
આ સાથે જ તમારો જે નિર્ણય હોય, એ જ નિર્ણય તમારા બાળકનો પણ હોય તેવું જરુરી નથી તમારા માતા-પિતા હોવા ખાતર બાળકની નજરથી નિર્ણયને સમજવો જોઈએ અને તેને મહત્વ પણ આપવું જોઈએ.
ઘણીવાર બાળકને સાચુ-ખોટુ સમજાવવાની સાથે-સાથે માતા-પિતા પોતાનો પક્ષ થોપવાનો પ્રયત્ન કરે છે. જે યોગ્ય નથી કારણ કે આમ કરવાથી બાળક વધુ જીદ્દી બને છે,જેથી કરીને બાળકને સમજવાનો પ્રયત્ન કરો