દિલ્હી:ચીનની વધુ એક નવી ચાલ સામે આવી છે.ગુપ્તચર અહેવાલો અનુસાર,ચીની સેનાએ તેની ગુપ્તચર શાખામાં નેપાળી અને તિબેટીયન મૂળના લોકોની ભરતી કરવાનું શરૂ કરી દીધું છે. આવા નેપાળી અને તિબેટીયન જેઓ હિન્દી જાણે છે.તેની પાછળનો હેતુ ભારતીય સેનાના ઈન્ટરસેપ્ટેડ વાયરલેસ મેસેજ અને અન્ય ઈન્ટેલિજન્સ મેસેજને સાંભળવાનો અને તેને સમજાવવાનો છે.ગલવાન હિંસા બાદ ચીન અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થયા છે. વાટાઘાટોના ઘણા રાઉન્ડ પછી, એલએસી પર સ્થિતિ સુધારવા માટે કામ કરવામાં આવી રહ્યું હતું કે,9 ડિસેમ્બરે, પીએલએ એ અરુણાચલના તવાંગમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો.
હવે ચીનની નવી ચાલનો પર્દાફાશ થયો છે.ચીનના લોકો તેમની સ્વદેશી ભાષા સિવાય અન્ય ભાષાઓ જાણતા નથી.જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.હવે ચીનની ગુપ્તચર શાખામાં નેપાળી અને તિબેટીયન લોકોની ભરતી કરવામાં આવી રહી છે, જેના માટે સૌથી જરૂરી શરત એ છે કે,તેઓ હિન્દી જાણતા હોવા જોઈએ. જેથી તે ભારતીય સેનાનો સંદેશ સરળતાથી સમજી શકે. ઘણી વખત ચીની સેનાના લોકો મેસેજ પકડે છે પરંતુ તેઓ મોડેથી સમજે છે.
જે લોકોને ભરતી કરવામાં આવશે તેઓ તરત જ તે સંદેશાઓ સાંભળશે અને તેમને સમજાવશે જેથી તેઓ પગલાં લઈ શકે.ભરતીનો હેતુ ભારતીય સૈન્યના જૂથને સાંભળવાનો અને ચીનની સેનાને જણાવવાનો છે.ઘણી વખત ભારતીય જૂથ એવું વિચારે છે કે,ગામના તિબેટીયન કે નેપાળી હિન્દી નથી સમજતા.ચીની સેના આ ભરતી તિબેટ ઓટોનોમસ રિજન TARમાં કરી રહી છે.ભરતી કરાયેલા તમામ લોકો ભારતને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં રહેશે.આ વિસ્તાર નેપાળથી લદ્દાખ સુધી આવે છે