Site icon Revoi.in

ઉત્તરપૂર્વીય રોમાનિયામાં દુકાનમાં થયો વિસ્ફોટ, 15 લોકો ઘાયલ

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરપૂર્વીય રોમાનિયામાં એક દુકાનમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા હતા, જેમાં ચાર લોકો ગંભીર છે.

ઇમરજન્સી અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુસેવા કાઉન્ટીના બોટોસાના શહેરમાં એક મોબાઇલ ઇન્ટેન્સિવ કેર યુનિટને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, સાત લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે, જેમાં ચાર ગંભીર હાલતમાં છે, જ્યારે આઠને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ઇમરજન્સી હેલિકોપ્ટરને એલર્ટ કરવામાં આવ્યું હતું અને આગ પર કાબૂ મેળવવા માટે બે એમ્બ્યુલન્સ અને બે ફાયર એન્જિનને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. દુકાનની અંદર શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. વિસ્ફોટનું કારણ અને ઘાયલોની ઓળખ હજુ સ્પષ્ટ થઈ નથી.