- ઈરાનમાં થયો બ્લાસ્ટ
- ન્યુક્લિયર પ્લાન્ટ પાસે બની ઘટના
- ઈસ્ફાહન પ્રાંતમાં બની ઘટના
દિલ્હી:ઈરાન અને અમેરિકા વચ્ચે ઈરાનના ન્યુક્લિયર હથિયાર બનાવવાને લઈને તણાવ ચાલી રહ્યો છે ત્યારે ઈરાનમાં એક એવી ઘટના બની છે જે લોકોમાં ડરનો માહોલ પેદા કરી શકે છે અને અમેરિકાની ચિંતામાં વધારો કરી શકે છે. વાત એવી છે કે મીડિયા રિપોર્ટ અનુસાર ઈરાનના ઇસ્ફાહન પ્રાંતમાં રહેતા લોકોએ એક જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો, જેના કારણે થોડીક ક્ષણો માટે પ્રકાશ પથરાયો હતો.
આ બાબતે ઈરાન તરફથી ખુલાસો કરવામાં આવ્યો કે આ એક એક ડિફેન્સ ડ્રિલ છે. એક ડિફેન્સ ડ્રિલ અંતર્ગત મિસાઇલ લૉન્ચ કરવામાં આવી હતી. ઈરાની સૈન્યના પ્રવક્તા શહીન તાકિખનીએ કહ્યું કે, “આ ડ્રિલને સાવધાનીપૂર્વક હાથ ધરવામાં આવી હતી અને ચિંતા કરવાની કોઈ બાબત નથી.”
આગળ તેમણે તે પણ જણાવ્યું હતું કે તાત્કાલિક કાર્યવાહી કરવાની ક્ષમતાના આકલન માટે આ ક્ષેત્રથી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમમાંથી એક મિસાઇલનું પરીક્ષણ કરાયું હતું. આ ટેસ્ટનો ઉદ્દેશ આ ક્ષેત્રની તૈયારીઓની સમીક્ષા કરવાનો હતો. આ પ્રકારની ડ્રિલ સાવધાનીપૂર્વક યોજવામાં આવે છે અને તેનાથી ચિંતા કરવાની કોઈ જરૂર હોતી નથી.”