- થાણે એરપોર્ટ પરથી 1000 જિલેટીનની છડીઓ ઝપ્ત
- આ મામલે પોલીસે 3 લોકોની કરી ઘરપકડ
મુંબઈઃ- દેશના મેઈન એરપોર્ટ પર ઘણી વખત માદક પ્રદાર્થોથી લઈને અનેક સામગ્રીઓ અવૈધ રીતે લઈ જતા કે લાવતા પકડાતી હોય છે ત્યારે હવે મુંબઈને અડીને આવેલા થાણેના ભિવંડીમાંથી થાણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મોટી સંખ્યામાં વિસ્ફોટક વિસ્ફોટક સામગ્રીઓ જપ્ત કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ પાલઘર જિલ્લાના રહેવાસી હોવાની માહિતી છે. પોલીસે તેમની પાસેથી 1000 જિલેટીનની લાકડીઓ મળી આવી છે. સાથે 1000 ડિટોનેટર પણ ઝપ્ત કર્યું છે.
મળતી માહિતી મુજબ ત્રણેય આરોપીઓ ઈકો કારમાં આવ્યા હતા. ઉપરાંત, ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલા આ વિસ્ફોટકો ભિવંડીમાં પહોંચાડવાના હતા. પરંતુ તે પહેલા જ તેઓ પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પકડાયેલા આરોપીઓના નામ અલ્પેશ, પંકજ અને સમીર હોવાનું કહેવાઈ રહ્યું છે.
વિસ્ફોટકો કબજે કર્યા બાદ પોલીસ હવે તેઓની પૂછપરછમાં વ્યસ્ત છે. આ વિસ્ફોટક સામગ્રી કોને આપવાની હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે વિસ્ફોટકો ક્યાંથી લાવવામાં આવ્યા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.