દુબઈમાં એક્સ્પો 2020નો આરંભઃ પીએમ મોદીએ ભારતીય પવેલિયનના ઉદ્ધાટન પ્રસંગે તેને ઐતિહાસિક ગણાવ્યું, કહ્યું ભારત-યુએઈ વધતી મિત્રતાનું પ્રતીક
દુબઈ અક્સપો 2020નો થયો આરંભ
પીએમ મોદીએ તેને ઐતિહાસિક ગણાવ્યું
ભારતીય પવેલિયનનું કર્યુ ઉદ્ધાટન
દિલ્હીઃ- દુબઈ એક્સ્પો 2020 વિતેલા દિવસને શુક્રવારથી યુએઈમાં આરંભ થયો છે. આ સાથે અહીં ઇન્ડિયા પેવેલિયન પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. દુબઈ એક્સ્પો 2020 માં ભારતીય પેવેલિયનના ઉદ્ઘાટન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ઐતિહાસિકકરાર આપ્યો હતો. તેમણે કહ્યું કે તે ભારત-યુએઈ વધતી મિત્રતાનું પ્રતીક છે. ભારત અને યુએઈ સામાન્ય હિતો ધરાવે છે. પીએમે કહ્યું કે ભારતનો પેવેલિયન સૌથી મોટા પેવેલિયનમાં શામેલ છે.
પીએમ મોદી એ આ સહીત અનેક બાબતો કહી હતી જેમાં કહ્યું હતું કે એક્સ્પો 2020 ની મુખ્ય થીમ કનેક્ટિંગ માઇન્ડ્સ, ભવિષ્યનું સર્જન છે. ભારતના પ્રયાસોમાં તેની ભાવના પણ પ્રતિબિંબિત થાય છે કારણ કે આપણે નવા ભારતના નિર્માણ માટે આગળ વધીએ છીએ.ભારત સ્વતંત્રતાના 75 માં વર્ષને અમૃત મહોત્સવ તરીકે ઉજવે છે, અમે દરેકને ભારતીય પેવેલિયનની મુલાકાત લેવા અને નવા ભારતમાં તકોનો લાભ લેવા આમંત્રણ આપીએ છીએ.
છેલ્લા 7 વર્ષમાં ભારત સરકારે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણા સુધારા કર્યા છે. અમે આ પ્રયાસો સતત ચાલુ રાખીશું. ભારત તેની જીવંતતા અને વિવિધતા માટે પ્રખ્યાત છે. આપણી પાસે વિવિધ સંસ્કૃતિઓ, ભાષાઓ, ભોજન, કલા, સંગીત અને નૃત્યો છે. આ વિવિધતા આપણા પવેલિયનમાં પ્રતિબિંબિત થાય છે. હું અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ મારા ભાઈ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાનને પણ શુભેચ્છા પાઠવું છું.
અમારી વ્યૂહાત્મક ભાગીદારીમાં આપણે જે પ્રગતિ હાંસલ કરી છે તેમાં તે મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. હું બંને દેશોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે મારું કામ ચાલુ રાખવા આતુર છું.ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે વિતેલા દુબઈમાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું.