1. Home
  2. ગુજરાતી
  3. સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશમાં 64,400 ટન ડુંગળીની નિકાસને મંજૂરી
સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશમાં 64,400 ટન ડુંગળીની નિકાસને મંજૂરી

સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશમાં 64,400 ટન ડુંગળીની નિકાસને મંજૂરી

0
Social Share

નવી દિલ્હીઃ સરકારે સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશમાં 64 હજાર 400 ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની સૂચના અનુસાર, બાંગ્લાદેશને 50 હજાર ટન ડુંગળીની નિકાસની મંજૂરી છે અને નેશનલ કૉ. ઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ દ્વારા સંયુક્ત આરબ અમીરાતને 14 હજાર 400 ટનની મંજૂરી છે.

સ્થાનિક આવક વધારવા અને ભાવને નિયંત્રણમાં રાખવા કેન્દ્રએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીની નિકાસ પર આ વર્ષે 31મી માર્ચ સુધી પ્રતિબંધ મૂક્યો હતો.  સરકારે તાન્ઝાનિયામાં 30 હજાર મેટ્રિક ટન નોન-બાસમતી સફેદ ચોખા અને જીબુટી અને ગિની બિસાઉમાં 80 હજાર ટન તૂટેલા ચોખાની નિકાસને પણ મંજૂરી આપી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code