Site icon Revoi.in

ચીન ચોખા માટે ભારત ઉપર નિર્ભરઃ ચાલુ વર્ષે ભારતમાંથી 10 લાખ ટન નિકાસનો અંદાજ

Social Share

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચોખાના ઉત્પાદનમાં જંગી વધારો થયો છે. બીજી તરફ અન્નની સમસ્યાનો સામનો કરતું ચીન ભારત પાસેથી મોટી સંખ્યામાં નોન બાસમતી ચોખાની આયાત કરી રહ્યું છે. ચીન આ નોન બાસમતી તૂટેલા ચોખાનો નૂડલ્સ અને વાઈન બનાવવામાં ઉપયોગ કરે છે. એક અંદાજ અનુસાર ચાલુ નાણાકીય વર્ષે ચીનમાં લગભગ 10 લાખ ટન ચોખાની નિકાસ કરવામાં આવશે. ભારતીય નિકાસકારો હાલ તૂટેલા ચોખા 300થી 350 ડોલર પર ટન વેચી રહ્યાં છે.

ઓલ ઇન્ડિયા રાઇસ એક્સપોટર્સ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિનોદ કૌલના જણાવ્યા અનુસાર ચીન, ભારતીય ચોખા કંપનીઓ સાથે નોંધપાત્ર વ્યાપાર કરી રહ્યું છે. ચીને નવેમ્બરથી આયાત પ્રશ્નો મોકલવાનું શરૂ કર્યું હતું, ત્યારે હાલ ચીન પોતાની ચોખાની આયાતને લઈ સક્રિય થયું છે, ચોખાનો પ્રતિટનનો વૈશ્વિક ભાવ 390થી 400 ડોલર છે, જ્યારે ભારતીય નિકાસકારો તૂટેલા ચોખા એક ટન 300 થી 350 ડોલરમાં વેચે છે. હાલ ભારતને ત્રણ ગણી નિકાસ મળતાં શિપિંગ માટે કન્ટેનરની નિકાસકારોને અછત ઉભી થઈ છે.

કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના આંકડા અનુસાર બાસમતીની નિકાસમાં 4..45 મેટ્રિક ટન અને નોન-બાસમતીમાં 160 ટકા ઉછાળો સાથે 13.09 મેટ્રિક ટનનો વધારો થયો છે. મૂલ્યની દ્રષ્ટિએ, બિન-બાસમતી ચોખાના સેગમેન્ટમાં નિકાસ બાસમતીના 4.8 બિલિયન ડોલર એટલે કે 35,4488 કરોડના બમણા થયા છે, જયારે સુગંધિત જાતોના કિસ્સામાં 7 ટકાના ઘટાડાથી 4 બિલિયન ડોલર એટલે કે 28,849 કરોડ થયો છે.