Site icon Revoi.in

ભારતમાંથી એક વર્ષના સમયગાળામાં 400 બિલિયન ડોલર માલની નિકાસ

Social Share

નવી દિલ્હીઃ દેશમાં ઉત્પાદન વધવાની સાથે લોકોને રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારતમાંથી ચાલુ વર્ષે 400 બિલિયન ડોલરથી વધુની નિકાસ થઈ છે. એક વર્ષમાં આ લક્ષ્યાંક પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો હતો. જો કે, વર્ષ પૂર્ણ થાય તે પહેલા આ લક્ષ્યાંક હાસંલ કરવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરીને દેશની ઉત્પાદકોને શુભકામના પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો, વણકરો, MSMEs, ઉત્પાદકો, નિકાસકારોની પ્રશંસા કરી છે કારણ કે ભારતે નિર્ધારિત સમયના 9 દિવસ પહેલા માલની નિકાસના 400 બિલિયન ડોલરના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કર્યો છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી કહ્યું; “ભારતે 400 બિલિયન ડોલર માલની નિકાસનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યું છે અને આ લક્ષ્યને પ્રથમ વખત હાંસલ કર્યું છે. આ સફળતા માટે હું અમારા ખેડૂતો, વણકર, MSME, ઉત્પાદકો, નિકાસકારોને અભિનંદન આપું છું. આપણી આત્મનિર્ભર ભારત યાત્રામાં આ એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે.