મોરક્કોમાં ભૂકંપને લઈને પીએમ મોદીએ શોક વ્યક્ત કરતા ભારત તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી
દિલ્હીઃ વિતેલા દિવસને શુક્રવારની સાંજે મોરક્કોમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો જેમાં 300 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છએ તો અનેક લોકો ઘાયલ થયા છે તો સેંકડો લોકો બેઘર બન્યા છે, ત્યારે આ ઘટનાને લઈને પ્રઘાનમંત્રી મોદીએ દુખ વ્યક્ત કર્યું છે.
આફ્રિકન દેશ મોરોક્કોમાં 6.8ની તીવ્રતાના ભૂકંપથી અહીં ભારે તબાહી મચી ગઈ છે. આ ઘટનામાં 296 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ ભૂકંપના કારણે થયેલા વિનાશ અને જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
ભૂકંપનું કેન્દ્ર મોરોક્કોના મારકેશ શહેરથી લગભગ 70 કિમી દૂર હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તેની અસર મોરોક્કોની રાજધાની રબાતમાં પણ અનુભવાઈ હતી, જ્યારે રાજધાની મારાકેશથી લગભગ 350 કિમી દૂર છે. ભારતીય સમય અનુસાર આજે સવારે 3.41 કલાકે મોરોક્કોમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને ઉત્તર આફ્રિકામાં છેલ્લા 120 વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે.
અહીં ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી.જેના કારણે મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 296 લોકોના મોતની માહિતી સામે આવી છે.રેસ્ક્યૂ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.
https://twitter.com/narendramodi/status/1700340157637865898?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1700340157637865898%7Ctwgr%5E4f2a13b26c17819c04856a9ef84171ababdbce5e%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fworld-news%2Fpm-modi-expressed-grief-over-the-damage-caused-by-the-earthquake-in-morocco-4373387
પીએમ મોદીએ ટ્વીટ કરીને મોરોક્કોમાં ભૂકંપને કારણે થયેલા નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. ટ્વીટમાં તેણે લખ્યું કે મોરોક્કોમાં ભૂકંપને કારણે થયેલા જાનહાનિથી તે ખૂબ જ દુઃખી છે.દુઃખની આ ઘડીમાં મારા વિચારો મોરોક્કોની સાથે છે. મારી સહાનુભૂતિ એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. આ મુશ્કેલ સમયમાં ભારત મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા તૈયાર છે.