ખેડૂત આંદોલનથી પંજાબમાં મોબાઈલ નેટવર્કને વ્યાપક નુકશાન – 24 કલાકમાં 90 મોબાઇલ ટાવરોના કનેકશન તૂટતા કુલ 1500 ટાવરો ખડકાયા
- પંજાબમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન
- 24 કલાકમાં 90 ટાવરોને પહોચાડ્યું નુકશાન
- અત્યાર સુધી 1500 જીઓના ટાવરને નુકશાન પહોચ્યું
- પંજાબના સીએમએ ખેડૂતોને આમ ન કરવા અપીલ કરી
દિલ્હીઃ-પંજાબમાં ખેડુતોનું કૃષિ કાયદા વિરુદ્ધનો દેખાવો ચાલુ જ છે. રોષે ભરાયેલા ખેડૂતોએ 24 કલાકમાં 90 મોબાઇલ ટાવર્સને નુકસાન પહોંચાડ્યું છે. હજારો મોબાઈલ ફોનના કનેક્શન અટકી ગયા છે. છેલ્લા બે દિવસમાં, પંજાબમાં ખેડૂતોએ 1500 જિઓ મોબાઇલ ટાવરોને નુકસાન પહોંચાડ્યું છે. હવે મુખ્ય મંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે ટાવરોને નુકસાન કરનારાઓ સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.
તાજેતરમાં ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિંદર સિંહને મોબાઇલ ટાવરોને નુકસાન ન પહોંચાડવા અપીલ કરી હતી.ત્યાર બાદ પંજાબમા સીએમ ખેડૂતોને અપીલ કરી ચૂક્યા છે કે, તેઓ મોબાઈલ ટાવરોને નુકસાન ન પહોંચાડે, જો કે મુખ્યમંચ્રીની અપીલ છત્તા ખેડૂતોએ ચટાવરોને નુકશાન કરતા જઈ રહ્યા છે,તેમનો રોષ મોબાઈલ નેટવર્ક પર ઇતરી રહ્યો છે જેને કારણે પંજાબમાં મોબાઈલ ફોનના નેટવર્ક ઠપ્પ થયેલા જોવા મળ્યા છે.
સોમવારેના રોજ પણ ખેડુતોએ જલંધર અને રાજ્યના અન્ય શહેરોમાં સ્થાપિત 90 જિઓ મોબાઇલ ટાવર્સને નિશાન બનાવ્યા. સોમવારે સીએમ મરિન્દરસિંહે પંજાબ પોલીસને ટાવરોને નુકસાન પહોંચાડનારા લોકો સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.
મળતી માહિતી મુજબ હાલ સુધીમાં પંજાબમાં 1500 મોબાઇલ ટાવરોને ખેડૂતો દ્વારા થાય જમીનદાસ્ત કરવામાં આવ્યા છે, આ સમય દરમિયાન આક્રોશિત ચળવળના ખેડૂતોએ ટાવર સંચાલિત માટે તૈનાત કરાયેલા કર્મીઓ સાથએ મારપીટ કરી હતી,ઉલ્લેખનીય છે કે પંજાબમાં 9 હજાર જીઓના મોબાઈલ ટાવર સક્રિય છે જેના પર ખેડૂત રોષ વરસાવી રહી છે.
સાહિન-