Site icon Revoi.in

વિદેશમંત્રી એશ જયશંકરે જર્મન સમકક્ષ એનાલેના સાથે કરી મુલાકાત – મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થઈ ચર્ચા

Social Share

દિલ્હીઃ- દેશની મહત્વની વાતો અને મુદ્દાઓને લઈને વિદેશમંત્રી એસ જ.યશંકર અનેક દેશોના સમકક્ષ સાથે મીટિંગ યોજી દિપક્ષીય વાર્તા યોજતા હો. છે ત્યારે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે જર્મનીમાં વિદેશ મંત્રી અન્નાલેના બર્બોક સાથે મુલાકાત કરી હતી

આ  મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલે પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને આ બેઠકની જાણકારી આપી હતી.

મંત્રી એસ જયશંકરે કહ્યું કે બંને વચ્ચે પક્ષ  વ્યાપકપણે ચર્ચા કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાની ચર્ચાઓમાં, આબોહવા પરિવર્તન, દ્વિપક્ષીય અને વૈશ્વિક સ્તરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું . આ સિવાય બંને નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાન, ઈન્ડો પેસિફિક અને યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા વિવાદ પર પણ ચર્ચા થઈ હતી.

ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી જયશંકર તેમની છ દિવસીય જર્મની અને ફ્રાંસની મુલાકાતે છે. તેઓ 18 થી 23 ફેબ્રુઆરી સુધી છ દિવસની વિદેશ યાત્રા પર રહેશે અને અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે.

આ સાથે જ મંત્રી જયશંકર જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ વિદેશ મંત્રી અને અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.