વિદેશમંત્રી એસ જયશંકર આજથી માલદીવ અને શ્રીલંકાની ત્રણ દિવસીય મુલાકાતે- અનેક મુદ્દા પર વાતચીત કરશે
- વિદેશમંત્રી એસ જયશંકર માલદીવ અને શ્રીલંકાની ત્રણ દિવસીય મુલાકાતે
- અનેક મુદ્દાઓ પર કરશે ચર્ચાઓ
દિલ્હીઃ- દેશના વિદેશમંત્રી એસ જયશંકર અનનાર નવાર વિદેશની મુલાકાતે જતા હોય છે અને ભારત દેશના સંબંધો વિદેશ સાથે મજબૂત કરવા પર અથાગ પ્રયત્નમાં સફળ થઆય છે ત્યારે હવે આજે 18 જાન્યુઆરીથી વિદેશમંત્રી જયશંકર માલદિવ અને શ્રીલંકાની 3 દિવસની મુલાકાતે છે.
જયશંકર માલદીવ બાદ 19 જાન્યુઆરીએ શ્રીલંકા જશે. ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને હાલમાં દેવાના પુનર્ગઠન અંગે ભારત પાસેથી સહકારની અપેક્ષા રાખી રહ્યું છે. શ્રીલંકા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી $2.9 બિલિયનની લોન મેળવવા માંગે છે અને ચીન, જાપાન અને ભારત જેવા મોટા ધિરાણકર્તાઓ પાસેથી નાણાકીય ખાતરી માંગી રહ્યું છે.ત્યારે એસ જયશંકરની શ્રીલંકાની મુલાકાત ખાસ સાબિત થઈ શકે છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે તેઓ આ મુલાકાત દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહ સાથે મુલાકાત કરવાના છે. અહીં તેઓ તેમના માલદીવના સમકક્ષ અબ્દુલ્લા શાહિદ સાથે દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા પણ કરશે.