Site icon Revoi.in

વિદેશમંત્રી જયશંકર અને તેમના જર્મન સમકક્ષ બેયરબોક વચ્ચે થશે મુલાકાત,ચીન અને યુક્રેન પર સંભવિત ચર્ચા

Social Share

દિલ્હી:વિદેશમંત્રી એસ જયશંકર અને તેમના જર્મન સમકક્ષ એનાલેના બેયરબોક વચ્ચે આજે થનારી વાતચીતમાં ચીન સાથે ભારતના સંબંધો અને યુક્રેન પર રશિયાના યુદ્ધના પરિણામની સંભાવના છે.બેયરબોક બે દિવસની મુલાકાતે આજે સવારે દિલ્હી પહોંચશે.

જર્મનીના દૂતાવાસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બેયરબોક એવા સમયે ભારતની મુલાકાતે છે જ્યારે યુક્રેન પર રશિયાના યુદ્ધના વૈશ્વિક પરિણામો સામે આવી રહ્યા છે.બર્લિનમાં જર્મનીના ફેડરલ ફોરેન ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,બે દિવસની મુલાકાત દરમિયાન તેલ, કોલસો અને ગેસ ઉપરાંત ઉર્જા ક્ષેત્રે સહકાર પર પણ ચર્ચા કરવામાં આવશે.

દૂતાવાસે કહ્યું કે,ભારતીય વિદેશ મંત્રી સુબ્રહ્મણ્યમ જયશંકર સાથે બેયરબોકની વાતચીતમાં ચીન સાથે ભારતના સંબંધો તેમજ રશિયાના યુક્રેન સામેના યુદ્ધ અને તેના પરિણામો પર ચર્ચા થવાની સંભાવના છે,ઉદાહરણ તરીકે ઉર્જા ક્ષેત્રમાં.