Site icon Revoi.in

વિદેશ મંત્રી જયશંકર સાઉદી અરેબિયા પહોંચ્યા,GCC સાથે એમઓયુ પર કર્યા હસ્તાક્ષર

Social Share

દિલ્હી:વિદેશ મંત્રી એસ.જયશંકરે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ના સેક્રેટરી જનરલ નાયફ ફલાહ મુબારક અલ-હજરાફ સાથે “સાર્થક” બેઠક કરી હતી.આ દરમિયાન, બંને નેતાઓએ ભારત અને છ દેશોના પ્રાદેશિક સંગઠન જીસીસી વચ્ચે કન્સલ્ટિવ મિકેનિઝમ પર સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા.જયશંકર ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવા શનિવારે ત્રણ દિવસની મુલાકાતે સાઉદી અરેબિયા પહોંચ્યા હતા.

વિદેશ મંત્રી તરીકે સાઉદી અરેબિયાની આ તેમની પ્રથમ મુલાકાત છે.જયશંકરે શનિવારે તેમની મુલાકાતના પ્રથમ દિવસે GCCના મહાસચિવ સાથે મુલાકાત કરી અને વર્તમાન પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી.જયશંકરે ટ્વિટ કર્યું, “GCCના મહાસચિવ ડૉ.નાયફ ફલાહ મુબારક અલ-હજરાફ સાથે ફળદાયી બેઠક રહી.ભારત અને GCC વચ્ચે કન્સલ્ટેટિવ ​​મિકેનિઝમ પર એમઓયુ પર હસ્તાક્ષર કર્યા.

વર્તમાન પ્રાદેશિક અને વૈશ્વિક પરિસ્થિતિ અને તે સંદર્ભમાં ભારત-GCC સહકારની સુસંગતતાની ચર્ચા કરી.GCC એ એક પ્રાદેશિક, આંતરસરકારી, રાજકીય અને આર્થિક સંઘ છે જેમાં બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાતનો સમાવેશ થાય છે.GCC સાથે ભારતના પરંપરાગત રીતે સૌહાર્દપૂર્ણ સંબંધો છે.