Site icon Revoi.in

વિદેશ મંત્રી જયશંકર બ્રાઝિલ, ઈરાન અને UAE ના વિદેશ મંત્રીઓને મળ્યા, આ મુદ્દાઓ પર ચર્ચા કરી

Social Share

દિલ્હી-:  વિદેશ મંત્રી એસ જયશંકરે  વિતેલા દિવસને શુક્રવારના રોજ દક્ષઇણ આફ્રિકાના કેપ્ટાઉનખાતે  ‘ફ્રેન્ડ્સ ઑફ બ્રિક્સ’ મીટિંગમાં હાજરી આપી હતી આ દરમિયાન અહીં બાજુમાં બ્રાઝિલ, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાતના તેમના સમકક્ષો સાથે તેમણે ખાસ મુલાકાત કરી હતી.

પ્રાપ્ત  વિગત પ્રમાણે જયશંકરે તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. જયશંકર બ્રિક્સ સમૂહની કોન્ફરન્સમાં ભાગ લેવા અહીં આવ્યા છે.એસ જયશંકરે આ મુલાકાતને લઈને કહ્યું કે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ

આ મુલાકાત મામલે જયશંકરે ટ્વીટ કર્યું, “BRICS મીટિંગ દરમિયાન બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વિયેરાને મળીને આનંદ થયો. BRICS, IBSA, G20 અને સંયુક્ત રાષ્ટ્રના માળખામાં અમારા સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી. અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ.

આ સહીત જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલહિયાન સાથે પણ મુલાકાત કરી અને બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિતના બ્રિક્સ બ્લોક સાથે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની ચર્ચા કરી.

એસ જયશંકરે ટ્વિટમાં આગળ કહ્યું કે, “‘ફ્રેન્ડ્સ ઑફ બ્રિક્સ’ મીટિંગની બાજુમાં ઈરાનના વિદેશ પ્રધાન અમીર અબ્દુલાહિયન સાથે સારી મુલાકાત થઈ. અમે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને તેમને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. આ પહેલા જયશંકર યુએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયદ બિન સુલતાન અલ નાહયાનને મળ્યા હતા.