Site icon Revoi.in

ખાડી દેશોની યાત્રા પર એસ.જયશંકર: બેહરીનમાં આવેલું 200 વર્ષ જુના હિન્દુ મંદિરની લીધી મુલાકાત

Social Share

દિલ્લી: ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર બુધવારે બેહરીનની રાજધાની મનામા માં એક 200 વર્ષ જુના શ્રીનાથજી હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. આ મંદિરની સ્થાપના 1817 માં થાથાઈ સમુદાય દ્વારા કરવામાં આવી હતી. થાથાઈ સિંધથી બહરીન આવ્યા હતા. સિંધ તે સમયે ભારતનો જ એક ભાગ હતો. વિદેશમંત્રી આ દિવસોમાં ખાડી દેશોની મુલાકાતે છે. એસ જયશંકરે ટ્વિટ કરીને કહ્યું હતું કે, મનામા માં 200 વર્ષ જુના શ્રીનાથ મંદિરના દર્શનની સાથે દિવસની શરૂઆત થઇ હતી.

વિદેશમંત્રી સંયુક્ત અરબ અમીરાત, બહરીન અને સેશેલ્સના દેશોની યાત્રા પર છે. તેઓ 24 થી 29 નવેમ્બર સુધી આ દેશોની યાત્રા પર રહેશે. બેહરીનની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન તેણે બેહરીનના વિદેશમંત્રી અબ્દુલલાતીફ બિન રાશિદ અલ ઝાયની સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.

બહરીન બાદ વિદેશમંત્રી યુએઈ જવા રવાના થશે. અહીં તે યુએઈના વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નાહયાનની સાથે મુલાકાત કરશે. આ દરમિયાન તે સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય કામદારોની સેવાઓ ફરી શરૂ કરવાના અધિકારો અંગે ચર્ચા કરશે. આનું મોટું કારણ યુએઈમાં કામ કરતા ભારતીય છે,જેની સંખ્યા 3 મિલિયનથી વધુ છે.

તેઓ યાત્રાના અંતિમ તબક્કામાં 27 અને 28 નવેમ્બરના રોજ સેશેલ્સ જવા રવાના થશે. અહીં તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ વેવેલ રામકલાવનને શુભકામના પાઠવવાની સાથે નવી સરકાર સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે ચર્ચા કરશે.

_Devanshi